<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

જામ ખંભાળીયાના રાજકીય ક્ષેત્રે જોડાયેલ એક નામાંકિત ડોક્ટરની કેદારનાથ નજીક તબિયત અત્યંત નાજુક :પરિવારજનોને તેડાવાયા : તબીબી આલમમાં ચિંતાનું મોજું

મિત્રો સાથે બે દિવસ પહેલા જ હરિદ્વાર અને કેદારનાથની યાત્રાએ ગયા હતા : કેદારનાથ નજીક હિલ સ્ટેશનમાં ઓક્સીઝ્ન લેવલ ઘટી જતા નાજુક સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ

( કૌશલ સવજીયાણી દ્વારા ) જામ ખંભાળિયાના નામાંકિત ડોક્ટર જેઓ તાજેતરમાં જ રાજકીય ક્ષેત્રે જોડાયા હતા, તેમના મિત્રો સાથે બે દિવસ પૂર્વે હરિદ્વાર કેદારનાથ યાત્રાએ ગયા હતા તેમાં કેદારનાથ નજીકના હિલ સ્ટેશનમાં ડોક્ટરનું ઓક્સીઝન લેવલ ઘટતા નાજુક પરિસ્થિતિમાં ત્યાંની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . હાલ મળતી બિન સત્તાવાર માહિતી મુજબ આ ડોક્ટરની તબિયત અત્યંત નાજુક છે, આ સમાચાર મોડીસાંજે ખંભાળિયા અને તબીબી આલમમાં ફેલાતા ભારે ચિંતાનો વિષય બની ગયો છે, મળતી માહિતી મુજબ ડોકટરના પરિવારજનોને તાત્કાલિક હરિદ્વાર ખાતે બોલાવાઇ રહ્યા છે 

(7:56 PM IST)