તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 20th July 2026
પોતાની પત્નિ સાથે મનમેળ ન હોવાનું કહી લગ્ન કરવાનો વાયદો આપી અમરેલીની પ્રૌઢા સાથે બળાત્કાર
અલગ અલગ જગ્યાએ શારીરીક સબંધ બાંધી ધમકી આપી ૧ લાખ લઈ જઈ એકબીજાએ મદદગારી કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૦: અમરેલીમાં રહેતી પ્રૌઢાને પ્રકાશ ચંદ્રશંકરભાઈ જોશી તથા માધવીબેન પ્રકાશભાઈ જોશી રહે. અમરેલી હનુમાનપરા રોડ રણુજાપાર્કવાળાએ પ્રકાશે પોતાની પત્નિ સાથે મનમેળ ન હોવાનું પ્રૌઢાને કહીને તેની સાથે લગ્ન કરી લેશે તેવો વાયદો આપી મિત્રતા કેળવી પ્રૌઢાને મારમારી ગાળો બોલી ધમકી આપી તથા પેટ્રોલથી સળગાવી મારી નાખવાની ધમકી આપી પ્રૌઢાની ઈચ્છા વિરુધ્ધ છેલ્લા સવા વર્ષથી અલગ અલગ જગ્યાએ જેમાં ફિયાદીના રહેણાંક મકાને, દિવ ખાતે હોટલમાંતથા આરોપીની ફોરવ્હીલમાં અવાર નવાર ભોગબનનાર સાથે શારરીક સબંધ બાંધી બળાત્કાર ગુજારી ફરિયાદી ઉપર એસીડ નાખી ઠગાઈ કરી ફરિયાદી પાસેથી હાથ ઉછીના રૂા. ૧,૦૦,૦૦૦ લઈ જઈ પૈસા પરત નહી આપી માધવીબેન જોશીએ ફરિયાદીને ફોનમાં પોતે તથા તેનો દિકરો દવા પી ને મરી જવાની ઘમકી આપી તેનો આડ નાખી ખોટા કેસમાં ફસાવી દેશે. તેવી ઘમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે.
લાઠીના ધ્રુફણીયા ગામે વળધ્ધનું બિમારીથી કંટાળી ફીનાઈલ પી જતા મોત
લાઠી તાલુકાના ધ્રુફણીયા ગામે મગનભાઈ રવજીભાઈ બારડ ઉ.વ.૮૮ ને છેલ્લા આઠેક મહિનાથી હૃદય રોગની તથા કિડનીની બિમારી હોય.જેનાથી કંટાળી જઈ પોતે પોતાની મેળે ફીનાઈલ પી જતા સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું હિંમતભાઈ મગનભાઈ બારડે દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
અમરેલી જીલ્લામાં ગુમના બે બનાવો
બગસરામાં યુવાન, ધારીના ડાંગાદવરમાં યુવતિ ગુમ
અમરેલી જીલ્લામાં ગુમના બે બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા.જેમાં બગસરામાં મયુરભાઈ રાજુભાઈ ત્રિવેદી ઉ.વ.૩૭ ઘરેથી કોઈને જાણ કર્યા વગર કયાંક જતા રહી ગુમ થયાનું પિતા રાજુભાઈ રમણીકભાઈ ત્રિવેદીએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં ધારી તાલુકાના ડાંગાવદર ગામે રહેતી યુવતિ પોતાના ઘરેથી તા. ૧૭-૭ના જીલ્લા કુટીર ઉધોગનું ફોર્મ ભરવા જવાનું કહી ઘરેથી પોતે પોતાની મેળે કયાંક જતી રહી ગુમ થયાનું યુવતિના પિતાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
