તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 21st September 2026
વીરડાવાજડી પાસે ડીઝલ લેવા રસ્તો ઓળંગી રહેલા મેટોડાના હરસુખભાઇ ચોૈહાણનું બાઇકની ઠોકરે મોત
છકડામાં ડીઝલ ખુટતાં કેરબો લઇને જતા હતાં ત્યારે બનાવઃ રાજકોટમાં સારવારમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૧: જીવલેણ વાહન અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં મેટોડાના વિરડા વાજડી નજીક છકડો રિક્ષામાં ડીઝલ ખુટી જતાં રિક્ષા સાઇડમાં પાર્ક કરી સામેની તરફ કેરબામાં ડીઝલ લેવા જવા રસ્તો ઓળંગી રહેલા મેટોડાના પ્રોૈઢનું બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ મેટોડાના વિરડા વાજડી પાસે સાંજે છએક વાગ્યે એક પ્રોૈઢ બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. આશરે ૫૬ વર્ષના આ પ્રોૈઢને સારવાર માટે ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં મેટોડા પોલીસે રાજકોટ પહોંચી તપાસ શરૂ કરી હતી.
પોલીસે મૃતક પાસેથી મળેલા આધાર કાર્ડ, મોબાઇલ ફોનને આધારે તપાસ કરતાં તેઓ મેટોડા ગેઇટ-૧ મીત પાર્ક-૨માં રહેતાં હરસુખભાઇ ભોજાભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૬) હોવાનું ખુલતાં તેમના સગાને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે તેઓ રાજકોટ પહોંચ્યા હતાં. મૃત્યુ પામનાર હરસુખભાઇ બે ભાઇમાં નાના હતાં અને છકડો રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરો અને ચાર દિકરી છે. તેઓ સાંજે છકડો લઇને નીકળ્યા ત્યારે ડીઝલ ખુટતાં સામેના ભાગે આવેલા પંપ ખાતે ડીઝલ લેવા રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે બાઇકની ઠોકરે ચડી ગયાનું સગાએ કહ્યું હતું. પોલીસે બાઇક ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. મોભીના મોતથી મેટછવડાના ચોૈહાણ પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
