<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

જામનગરમાં હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેદારલાલ જિતેન્દ્રલાલ ફાઉન્ડેશન દ્વારા પૂર્વ મંત્રી બાબુભાઈ લાલની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ

શુક્રવારે સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમિયાન લોહાણા મહાજનવાડી, બદિયાણી વિંગ, પંચેશ્વર ટાવર ખાતે રક્તદાન કેમ્પ યોજાશે.

જામનગર :રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી સ્વ. હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ની પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. ૧૫-૦૫-૨૦૨૬ના શુક્રવારે સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમિયાન લોહાણા મહાજનવાડી, બદિયાણી વિંગ, પંચેશ્વર ટાવર ખાતે રક્તદાન કેમ્પ યોજાશે.

જામનગર શહેરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેદારલાલ જિતેન્દ્રલાલ ફાઉન્ડેશન દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં રક્તદાનની તાતી જરૂરિયાતને પહોંચી વળવા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા શુભ આશય સાથે ટ્રસ્ટ દ્વારા સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આગામી તા. ૧૫-૦૫-૨૦૨૬ ના રોજ આ રક્તદાન કેમ્પ યોજાશે.
આ સેવાયજ્ઞમાં સર્વ હાલારવાસીઓને જોડાઈને રક્તદાન જેવું માનવતાનું કાર્ય કરી પવિત્ર ફરજ નિભાવવા ટ્રસ્ટી જિતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

(6:19 PM IST)