News of Monday, 26th October 2026
મોરબીમાં હેપ્પી ફેમિલી ફાઉ. દ્વારા આજથી જૂનાં કપડાં, રમકડાં અને મીઠાઈનું જરૂરિયાતમંદોને વિતરણ શરૂ.
સંસ્થાની ટીમ દાતાઓના ઘરેથી જ વસ્તુઓ એકત્રિત કરશે: 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ચાલશે સેવાકાર્ય.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારો પણ તહેવારની ખુશીઓ માણી શકે તેવા ઉમદા હેતુથી મોરબીના હેપ્પી ફેમિલી ફાઉન્ડેશન દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા નાગરિકોને પોતાના ઘરમાં રહેલા ઉપયોગી જૂનાં કપડાં, રમકડાં અને મીઠાઈ દાન કરવા અપીલ કરવામાં આવી છે.
છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતું હેપ્પી ફેમિલી ફાઉન્ડેશન આ વર્ષે પણ ગરીબ પરિવારોના જીવનમાં ખુશીઓનો પ્રકાશ ફેલાવવા માટે આગળ આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજથી એટલે કે તા. 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી દાનની વસ્તુઓ એકત્રિત કરવામાં આવશે. જે કોઈ નાગરિકો આ પુણ્યના કાર્યમાં પોતાનો સહયોગ આપવા ઈચ્છતા હોય તેઓ સંસ્થાના મો.નં. 8400008487 પર સંપર્ક કરી શકે છે. સંપર્ક કર્યા બાદ ફાઉન્ડેશનની ટીમ સીધી જ દાતાઓના ઘરે આવીને વસ્તુઓ લઈ જશે, જેથી દાતાઓને પણ કોઈ જહેમત ઉઠાવવી નહીં પડે. મોરબીના જાગૃત નાગરિકોનો આ નાનકડો સહયોગ કોઈ જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત લાવી તેમની દિવાળીને ખરા અર્થમાં ખુશહાલ બનાવી શકે છે
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
