<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

વીસ વર્ષના લગ્ન જીવનમાં સંતાન સુખ ન મળતાં હંસાબેનનો આપઘાત

મોરબીના મહિલાએ ગળાફાંસો ખાઇ લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨ : મોરબીમાં રહેતાં મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. વીસ વર્ષના લગ્ન જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત ન થતાં આ મહિલા માનસિક રીતે ભાંગી પડ્યા હોઇ સતતા ગુમસુમ રહેતાં હોઇ કંટાળી જઇ આ પગલુ ભર્યાનું બહાર આવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મોરબી-૨ શીવમ હોસ્પિટલ પાછળ ગાયત્રીનગરમાં  રહેતાં હંસાબેન દિનેશભાઇ કાઠીયા (ઉ.વ.૪૫) નામના મહિલાએ ઘરે લાકડાની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં મોરબીની બે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ અહિ ગત સાંજે તેમનું મૃત્યુ થયું હતું.

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી સીટી પોલીસને કરી હતી. સગાના કહેવા મુજબ હંસાબેનના લગ્ન વીસ વર્ષ પહેલા થયા હતાં. તેમને સંતાન સુખની પ્રાપ્તિ ન થઇ હોઇ તેના કારણે દુઃખી રહેતાં હતાં. આ કારણે ડીપ્રેશનમાં પણ આવી ગયા હોઇ દવા ચાલુ હતી. આ કારણોસર પગલુ ભરી લીધુ હતું. પતિ દિનેશભાઇ ગેસના બાટલાની ડિલીવરીનું કામ કરે છે. તે બહારથી ઘરે આવ્યા ત્યારે પત્નિ લકટતાં મળતાં હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જો કે સારવાર કારગત નીવડી નહોતી. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી

(1:43 PM IST)