News of Tuesday, 2nd June 2026
માળીયા મિંયાણામાં જૂની અદાવતમાં હૈદરભાઇ મોવર ઉપર ફાયરીંગ કરી હત્યા કરનાર સફીર સહિત ૪ ની શોધખોળ

તસ્વીરમાં ઘટના સ્થળે એકત્ર થયેલ લોકોના ટોળા અને નીચેની તસ્વીરમાં હત્યાનો ભોગબનનારનો મૃતદેહ નજરે પડે છે.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨: માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા આધેડ સાંજના સમયે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે તેઓના ઉપર અજાણ્યા શખ્સ દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલા આધેડ તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવતા હતા જોકે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો જેથી આ બનાવની તાત્કાલિક માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવ સ્થળે તથા હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત રાખી દીધો હતો અને આ બનાવ સંદર્ભે મળતકના પત્નીની ફરીયાદ લઇ હત્યા કરનાર સાફીર સહિત ૪ ની શોધખોળ હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઊભા થાય તેવી ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે ગમે ત્યારે હત્યા, હત્યાનો પ્રયાસ, હુમલો, મારામારી વગેરે જેવી ઘટનાઓ બનતી હોય છે દરમિયાન મોરબી જિલ્લાના માળિયા શહેરમાં જુના બસ સ્ટેશન પાસે રહેતા હૈદરભાઈ સુમાર મોવર (૫૧) નામના આધેડ સોમવારે મોડી સાંજે પોતે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેઓની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેઓને છરા લાગ્યા હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે માળીયાની હોસ્પિટલે લઇ ગયા હતા ત્યાર બાદ તેના મળતદેહને પીએમ માટે મોરબીની સિવિલ લઈને આવ્યા હતા આ બનાવની માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે તથા હોસ્પિટલે બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સૂત્ર પાસેથી મળતી વિગત પ્રમાણે મળતક હૈદરભાઈ સુમારભાઈ મોવર ઉપર જુની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી વિગતો સામે આવી રહી છે.
વધુમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હત્યાના આ બનાવમાં હાલમાં આરોપીની ઓળખ થઈ ગઈ છે અને સફીરભાઈ મુસાભાઈ મોવાર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે અને હાલના મળતક હૈદરભાઈ સુમારભાઈ મોવર દ્વારા અંદાજે દોઢ વર્ષ પહેલા સફિરભાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે જૂની અદાવતનો ખાર રાખીને આ ઘટના બની હોવાનો હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હાલમાં હત્યાના આ બનાવ સંદર્ભે મળતકના પત્ની સાઇનાબેન હૈદરભાઈ મોવરએ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માળીયા શહેર ભાજપના પ્રમુખ ઇલિયાસ મુસાભાઇ મોવર અને સફીર મુસાભાઈ મોવર અને અન્ય અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદીના પતિ હૈદરભાઈ સુમારભાઈ મોવરને છેલ્લા બે વર્ષથી ઇલિયાસ અને સફીર સાથે ધંધા બાબતે મનદુખ ચાલતું હતું અને તે બાબતનો ખાર રાખીને ઇલિયાસના કહેવાથી સફીર અને અન્ય ચાર અજાણ્યા શખ્સો ફરિયાદીના પતિની હત્યા કરવાનું કાવતરું રચીને સફીર સહિતના ચાર શખ્સો સ્વિફટ ગાડીમાં આવ્યા હતા અને ત્યારે સફીરે બંદૂક જેવા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું જેથી ફરિયાદીના પતિ હૈદરભાઈને માથા, ગળા, છાતીના અને પેટના ભાગે છરા લાગવાથી ગંભીર ઈજા થઈ હતી અને તેઓને મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા જો કે ફરિયાદીના પતિનું મોત નીપજયું હોય હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
