News of Saturday, 15th August 2026
જામનગર જીલ્લાના હડમતીયા ગામે સિંહ દેખાતા ફફડાટ વ્યાપી ગયો : બાવળની જાડી જાખરામાંથી સિંહ પસાર થતો હોવાનો વીડિયો વાયરલ
હડમતીયા ગામના સરપંચ દિવ્યેશ સભાયા અને સ્થાનિક અગ્રણીઓ ફોરેસ્ટ વિભાગની ટીમ સાથે પહોંચ્યા : સિંહના સગડ મેળવવા પ્રયાસો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૫ : જામનગર જીલ્લાના હડમતીયા ગામે સિંહ દેખાયો હોવાનું જાણવા મળ્યું છે.હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ વ્યાપી ગયો છે.સીમ વિસ્તારમાં સિંહના આટાફેરાથી ખેડૂતોમાં પણ ભયનો માહોલ છે.બાવળની જાડી જાખરામાંથી સિંહ પસાર થતો હોવાનો વીડિયોમાં પણ કેદ થયો છે
હડમતીયા ગામના સરપંચ દિવ્યેશ સભાયા અને સ્થાનિક અગ્રણીઓ ફોરેસ્ટ વિભાગની ટીમ સાથે પહોંચ્યા હતા.સિંહના સગડ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે.
(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
