<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ઓખા નગરપાલિકામા પ્રમુખ પદે હાડાભા માણેક, ઉપપ્રમુખ અલાના થૈમની સર્વાનુમતે વરણી

કારોબારી ચેરમેન તરીકે ઉષાબેન ગોહેલ, શાસક પક્ષના નેતા તરીકે નિહાર મોદી અને દંડક તરીકે ભવ્ય ચાવડાની નિમણૂક; જિલ્લા ભાજપ અને ધારાસભ્ય પબુભા માણેકની અધ્યક્ષતામાં મળી બેઠક

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩  :  દ્વારકા - ઓખા નગરપાલિકામાં આજે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

    જિલ્લા ભાજપ અને ધારાસભ્ય પબુભા માણેકની અધ્યક્ષતામાં ઓખા ખાતે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

           વરણી પામેલા હોદ્દેદારોમાં પ્રમુખ હાડાભા બાબુભા માણેક,ઉપપ્રમુખ અલાના હસન થૈમ,કારોબારી ચેરમેન ઉષાબેન સુરેશભાઈ ગોહેલ,શાસક પક્ષના નેતા  નિહાર ભાસ્કરભાઈ મોદી,દંડક  ભવ્ય બીપીનભાઈ ચાવડા ની વરણી કરવામાં આવી છે.

(1:08 PM IST)