<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

કોટડાસાંગાણીના વડીયા ગામે મહિલાના ઘરમાં ઘુસી કાકાજી સસરાએ ખરાબ ઇશારા કર્યા

અગાઉ દારૂ પી ગાળો આપતા કાકાજી સસરાને પોલીસમાં પકડાવી દેતા તેનો ખાર રાખી ઘરમાં ઘુસી પતિને ધમકી આપી

રાજકોટ તા. ર૩ :.. કોટડાસાંગાણીના વડીયા ગામે મહિલાના ઘરમાં ઘુસી કાકાજી સસરાએ ખરાબ ઇશારા કરી અને પતિને ધમકી આપ્‍યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ભાવનાબેન વા-ઓ મહેશભાઇ દીનેશભાઇ સાગઠીયા ધંધો મજૂરી રહે. વડીયા તા. કોટડાસાંગાણીએ તેના કાકાજી સસરા ભરતભાઇ પોપટભાઇ સાગઠીયા રહે. વડીયા સામે કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપી અગાઉ દારૂ પી ગાળા આપી ફરીયાદી તથા સાહેદે ધરપકડ કરાવેલ હોય જેનો ખાર રાખી આરોપીએ ફરીયાદીના ઘરની દિવાલ ટપી અંદર આવી ગુનાહીત અપ પ્રવેશ કરી ફરીયાદીને ખરાબ ઇસારાઓ તેમજ મોબાઇલ નંબર માંગી તેમજ ફરીયાદીના પતિને ગાળો આપી તવીથાથી માર મારવાની ધમકી આપી હતી.

આ ફરીયાદ અન્‍વયે કોટડાસાંગાણી પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:40 PM IST)