<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

પેથાપુરના કૈલાશધામમાં પૂ.મુક્‍તાનંદબાપુના સાનિધ્‍યમાં ગુરૂપૂર્ણિમાં ઉજવાશે

શોભાયાત્રા ગુરૂપૂજન મહાપ્રસાદ સંતવાણીનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૨૮: અખિલ ભારત સાધુ સમાજના અધ્‍યક્ષ અને પંચ અગ્નિ અખાડાના સભાપતિ પૂ.મુક્‍તાનંદબાપુના સાનિધ્‍યમાં બુધવારે કૈલાશધામ મહુડીરોડ ચાર રસ્‍તા પેથાપુર ગાંધીનગર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં સવારે ૯:૩૦ કલાકે પૂ.બાપુની શોભાયાત્રા નિકળશે અને ૧૧ વાગ્‍યે ગુરૂ પુજન પૂ.બાપુનું કરાશે બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે સંતવાણીના કાર્યક્રમમાં નામી અનામી કલાકારો જમાવટ કરશે.

(10:30 AM IST)