<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

જામજોધપુરના શ્રી રોકડીયા હનુમાન મંદિરે ગુરૂવર્ય શ્રી લખુદાદા પાબારીના સાનિધ્‍યમા ગુરૂપૂર્ણિમા મહોત્‍સવ ઉજવાશે

ધ્‍વજારોહણ, ગુરૂ પુજન અને ધુનભજન સહિત સવારે ૭:૩૦ થી રાત્રે ૧૧ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોઃ બપોરે ૧૧:૪૫ કલાકે મહાપ્રસાદનું વિતરણઃ સર્વે ભક્‍તોને ભાવભર્યુ આમંત્રણ

જામજોધપુર, તા.૨૮: અષાઢ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુ પ્રત્‍યેની આસ્‍થા અને ભક્‍તિ વ્‍યક્‍ત કરવાના પર્વ ‘ગુરુપૂર્ણિમા'ની ભવ્‍ય ઉજવણી જામજોધપુર સ્‍થિત શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે કરવામાં આવશે. મંદિરના ગુરુવર્ય શ્રી લખુદાદા પાબારી, લઘુમંહત શ્રી રાજેન્‍દ્રગીરી મેઘનાથી અને શ્રી રોકડીયા હનુમાન ભક્‍ત મંડળના સંયુક્‍ત ઉપક્રમે તા. ૨૯/૦૭/૨૦૨૬ બુધવારના રોજ સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ દિવસની શરૂઆત સવારે ૭:૩૦ કલાકે ધ્‍વજા રોહણથી થશે. ત્‍યારબાદ સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધી ગુરુ પુજનનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભક્‍તો પોતાના ગુરુના ચરણોમાં પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવશે.

ધાર્મિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ બાદ બપોરે ૧૧:૪૫ કલાકે સર્વે ભક્‍તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.  રાત્રિના સમયે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધી ધુન ભજનનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભજન-કીર્તન દ્વારા વાતાવરણ ભક્‍તિમય બનશે.

આ પવિત્ર અવસરે મંદિર દ્વારા સર્વે ધર્મપ્રેમી સેવકગણ તથા ભક્‍તજનોને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

ગુરુબ્રહ્મ ા ગુરુર્વિષ્‍ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ના મંત્ર સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠશે.

(10:35 AM IST)