તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજીની ૫૫૭મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી
પ્રભાતફેરી શબ્દકીર્તન અખંડ પાઠ સહિતના કાર્યક્રમો યોજાયા: સમગ્ર ગુરુદ્વારાને રોશનીથી શણગારાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : જામનગરના ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની ૫૫૭મી જન્મ જયંતિની ઉજવણી ભારે ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. જેમાં ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરી અને અખંડ પાઠ સાહેબ નો આરંભ કરવામાં આવ્યો હતો. જે આજે ૨૪ નવેમ્બર ના દિવસે અખંડ પાઠજી ની સમાપ્તિ કરવા આવી હતી, તે પછી શબ્દ કીર્તન તે પછી ગુરુ કે લંગર મહા પ્રસાદ નું પણ આયોજન કરવા આવ્યુ હતું. જેમાં શીખ અને સિંધી સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા( સંગત) બહોળી સંખ્યામાં જોડાયા હતા.
ગુરુનાનક દેવ જી ના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મેહતા કાલૂજીના ઘરે નાનકાણા સાહેબ માં થયો હતો જે હાલ પાકિસ્તાન માં છે ,શીખ ધર્મ ના પહેલા ગુરુ ગુરુનાનદેવજી હતા, તેમના ત્રણ સિદ્ધાંતો હતા 'નામ જપો; કીર્તન કરો અને વંડ છકો, અર્થાત હંમેશા ભગવાન ને યાદ કરો ,,મહેનત કરો ,,અને એક બીજા હળી-મળી ને સંપી ને લોકોની સેવા કરો,,ગુરુનાનક જી એ આખી દુનિયા નું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુર માં અંતિમ સમયમાં રહેતા હતા ત્યાં તે જોતીજોત સમાગએ [ દેવ લોક] ગયા હતા.
આજે આખું વિશ્વ ગુરુનાનક દેવજી ની ૫૫૭ મી જન્મ જયંતિ ઉજવી રહી છે, ત્યારે જામનગર ના ગુરુદ્વાર માં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા હતા, આજ રોજ ૧૧.૦૦ વાગ્યે અખંડ પાઠજીની સમાપ્તિ કરવા આવી હતી ,તે પછી રાજસ્થાન ના ગંગાનગર થી વિશેષ મહેમાન ભાઈ સાહેબ ગગનદીપ સિંઘજી દ્વારા શબ્દ કીર્તન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ' ગુરુકા લંગર' પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ હતું, જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
