તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
પોરબંદર સાંદીપની પૂ.ભાઇશ્રીના સાનિધ્યમાં ગુરૂ ગૌરવ એવોર્ડ સમારંભ
ગુરૂપુર્ણિમાની પુર્વ સંધ્યાએ કાર્યક્રમઃ શૈક્ષણીક સંવાદ : ગુરૂપુર્ણિમાએ ધ્વજારોહણઃ ન્યાસપુજન ગુરૂ પંચક્રમ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૩: સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ગુરુ પૂર્ણિમાની પૂર્વ દિવસે પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝા અને ઉચ્ચ શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણવિભાગના રાજ્ય શિક્ષણમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૫મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે.
પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા વર્ષ-૨૦૧૦થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા, બે મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન દ્વારા અને એ સાથે જેઓ પ્રાથમિક શાળામાં શિક્ષણમાં નૂતન પ્રકલ્પોથી કાર્ય કરે છે એવા ગુજરાતના દરેક જીલ્લામાંથી એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં તા.૨૭-૦૭થી ૨૮-૦૭ અનુક્રમે સોમવારે અને મંગળવારે બંને દિવસોમાં શૈક્ષણિક સંવાદ તેમજ ગુરુ ગૌરવ અવોર્ડ સમારોહ યોજાશે. એ પછીના દિવસે તા.૨૯-૦૭ ના બુધવારના રોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ સંપન્ન થશે.
ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ અંતર્ગત તા.૨૭-૦૭ સોમવારના રોજ સવારના સત્રમાં ૯.૩૦ થી ૧.૦૦ સુધી ભાવપૂજન માટે ચયનિત થયેલા શિક્ષકો દ્વારા શૈક્ષણિક સંવાદ રજૂ થશે. બપોર પછીના સત્રમાં ૩.૩૦ થી ૬.૩૦ દરમ્યાન પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં મુખ્ય ત્રણ એવોર્ડી મહાનુભાવ તથા જેઓને વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થવાનું છે તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન શૈક્ષણિકક્ષેત્રમાં કરેલા કાર્યોના અનુભવ વ્યક્ત કરશે. તેમજ આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે આઇ.આઇ.એમ.અમદાવાદના નિવળત્ત પ્રાધ્યાપક શ્રી અનિલભાઈ ગુપ્તા દ્વારા પ્રસંગોચિત વિશેષ વ્યાખ્યાન આપવામાં આવશે.
સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ માં તા.૨૮-૦૭ મંગળવારના દિવસે સવારના સત્રમાં ૧૦.૦૦ થી ૧૨.૩૦ દરમ્યાન પૂજ્ય ભાઈશ્રી અને ઉચ્ચ તથા ટેકનીકલ શિક્ષણ શાખાના રાજ્યશિક્ષણ મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૫મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ સંપન્ન થશે.
ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહમાં પ્રતિવર્ષ ત્રણ મહાનુભાવોનું વિશેષ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે મુખ્ય ત્રણ એવોર્ડ સિવાય અન્ય બે મહાનુભાવોનું વિશિષ્ટ સન્માનથી ભાવપૂજન કરવામાં આવશે. આ વર્ષેના મહાનુભાવોમાં હાસ્ય અને કરુણાનો સંગમ એવા પદ્મશ્રી રતિલાલ બોરીસાગરને (સાવરકુંડલા, જી. અમરેલી) લાઈફટાઇમ એચીવમેન્ટ અવોર્ડથી, થિયેટર ઈન એજ્યુકેશનના ણેતા ડો. વિજય સેવકને (સુરત) શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી તથા મુનિ સેવા આશ્રમ ગોરજને (વડોદરા) ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવશે. આ સિવાય આ વર્ષે સંસ્કળત ભાષાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરનારા શાષાીશ્રી ડો. કળષ્ણપ્રસાદ નિરૌલાજીનું (નડિયાદ) તેમજ પ્રાથમિક શિક્ષણમાં વિશેષ યોગદાન આપનારા સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. સી. ટી. ટુંડીયાનું પૂજ્ય ભાઈશ્રી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે.
આ સાથે સરકારી પ્રાથમિક શાળાના ગામ-સમુદાય સાથે રહીને શિક્ષણમાં પરિવર્તન કરનારા ગુજરાતના તમામ જીલ્લામાંથી એક આચાર્ય/શિક્ષક એમ ૩૪ જેટલા શિક્ષકોનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા પૂજ્ય ભાઈશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે.
આ બંને દિવસના કાર્યક્રમનો લ્હાવો લેવા માટે આપ સૌને સાંદીપનિ વિદ્યાનિકેતન નિમંત્રણ પાઠવે છે. આ બંને દિવસનો કાર્યક્રમ sandipani.tv યુ ટયુબ ચેનલના માધ્યમથી લાઈવ કરવામાં આવશે.
ગુરુપૂર્ણિમા ઉત્સવ તા.૨૯-૦૭ બુધવારે ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાના શુભ અવસરે સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિમંદિરમાં અનેકવિધ કાર્યક્રમો સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ સંપન્ન થશે. જેમાં શ્રીહરિમંદિરના સર્વે શિખરો પર પૂજાવિધિપૂર્વક નૂતન ધ્વજારોહણ સંપન્ન થશે. ત્યાર બાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા વિધિવત ન્યાસપૂજન તેમજ ગુરુપંચકમનો પાઠ કરવામાં આવશે. આ અવસરે પૂજ્ય ભાઈશ્રી દ્વારા ગુરુપૂર્ણિમાના દિનવિશેષ સંદેશ આપવામાં આવશે. આ સાથે મુખ્ય મનોરથી તેમજ દેશ-વિદેશથી પધારેલા ભાવિકો અને ઋષિકુમારો દ્વારા સદગુરુપૂજન સંપન્ન થશે.
ગુરુપૂર્ણિમા મહોત્સવના ઉપલક્ષ્યમાં યોજાનારા શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લેવા માટે આપ સૌ ભાવિકજનોને સાંદીપનિ સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ એક યાદીમાં અપાયું છે
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
