<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ગુજરાતના રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિક્રમભાઈ છાંગાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કર્યું મતદાન

લોકશાહીના પર્વમાં સહભાગી થઈ નિભાવી નાગરિક ફરજ, મતદારોને અચૂક મતદાન કરવા કરી અપીલ; કહ્યું- સ્થાનિક સંસ્થાઓ વિકાસનો પાયો છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : ગુજરાત સરકારના રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિક્રમભાઈ છાંગાએ રવિવારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.

 

મતદાન મથકે પહોંચીને રાજ્યમંત્રીશ્રીએ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થઈ નાગરિક તરીકેની પવિત્ર ફરજ નિભાવી હતી. મતદાન બાદ તેમણે જણાવ્યું કે, મજબૂત લોકશાહી માટે દરેક મતદારનો મત કિંમતી છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગામ-શહેરોના વિકાસનો પાયો છે.

 

તેમણે વધુમાં કહ્યું કે, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સંસ્થાઓ દ્વારા જ લોકોની રોજિંદી જરૂરિયાતો અને વિકાસના કામો થાય છે. તેથી યોગ્ય, કર્તવ્યનિષ્ઠ અને વિકાસલક્ષી પ્રતિનિધિની પસંદગી માટે સૌએ અચૂક મતદાન કરવું જોઈએ.

 

રાજ્યમંત્રીશ્રીએ અંજાર વિધાનસભા વિસ્તાર સહિત સમગ્ર રાજ્યના મતદારોને અપીલ કરતાં જણાવ્યું કે, ગરમી હોવા છતાં ઘરની બહાર નીકળીને મતદાન કરીએ અને લોકશાહીને વધુ સશક્ત બનાવીએ.

(12:31 PM IST)