તા. ૨૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૧ શુક્રવાર
News of Tuesday, 22nd September 2026
ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી–જેતપરના ખેડૂતો પહોંચ્યા મોરબી ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવમાં.
100 થી વધુ આંદોલન અગ્રણીઓએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી સમુહમાં મહાઆરતી પણ કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું, ત્યારે 1893માં લોકમાન્ય બાલ ગંગાધર તિલકે સમાજમાં એકતા અને સંગઠિતતા વધે તેમજ વિઘ્નહર્તા શ્રી ગણેશજી પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા વધુ મજબૂત બને તે હેતુથી જાહેર ગણેશોત્સવની શરૂઆત કરી હતી.
એ જ ભાવનાને આગળ વધારતા આજે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી–જેતપરના ખેડૂતો મોરબી ખાતે અરવિંદ બારૈયા અને ઓમ બારૈયા દ્વારા આયોજિત ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવમાં 100થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિ બાપાની આરતી ઉતારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં છેલ્લા 18 વર્ષથી થતુ " સિદ્ધિ વિનાયક કા રાજા " આયોજન સૌરાષ્ટ્રના ઉલ્લેખનીય આયોજન છે. અદભુત ડેકોરેશન, શણગાર, ગણપતિ બાપાની મૂર્તિ સહીત આકર્ષનો જોવા અને મહાઆ રતીનો નો લાભ લેવા હજારો ભાવિકો ઉમટી પડે છે. અરવિંદભાઈ બારૈયા તેમજ તેમના પુત્ર દ્વારા આયોજીત આ મહોત્સવમાં યુવકોની વિશાળ ટીમ સુંદર વ્યવસ્થા સંભાળે છે.
સામાન્ય ભાવિકોથી માંડી ઉદ્યોગપતિઓ, રાજકીય મહાનુભાવો સહીત બહોળી સંખ્યામાં લોકો અહીં આવી બપ્પા ના આશીર્વાદ લે છે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
