News of Wednesday, 16th September 2026
પોરબંદરમાં હડકાયા કૂતરાઓનો વધતો આતંકઃ ૪ બાળકો અને વૃધ્ધને ગંભીર ઇજા
લોકોને સાવચેત રહેવા રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઇ મોઢવાડિયાની અપીલ : શંકાસ્પદ કૂતરૂ દેખાય તો મહાનગરપાલિકામાં જાણ કરોઃ કૂતરૂ કરડી જાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર લેવીઃ હડકવા ૧૦૦ ટકા જીવલેણઃ સમયસર રસી જરૂરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૬: શહેરના હાર્દસમા ગણાતા જૂની કોર્ટ પાછળના વેકુરડી પ્લોટથી લઈને સ્ટેટ જે રીતે આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં માસૂમ ભૂલકાથી માંડીને વળદ્ધ સુધીના અનેક નિર્દોષ નાગરિકો, શાળાએ જતા બાળકો અને રાહદારીઓને ગંભીર બચકા ભરીને ઘાયલ કર્યા છે, જેમાં ચાર જેટલા નાના બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તમામ ઈજાગ્રસ્તો ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં લવાતા અમે તેમની મદદ કરી હતી અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પોરબંદરના ચેરમેન અને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને તમામ શહેરીજનોને અત્યંત સાવચેત રહેવા માટે તાકીદની અપીલ કરવામાં આવી છે. તેમણે મહાનગરપાલિકાના મેયર શ્રી સાગર મોદીની ત્વરિત સૂચનાથી અને ડોગ કેચિંગ સ્ક્વોડની ટીમ દ્વારા સમયસર હડકાયા શ્વાનને પકડી લેવામાં આવ્યું છે, પરંતુ ખરી ચિંતા હવે શરૂ થાય છે.
‘‘હડકાયું કૂતરૂ જ્યારે ગાંડું થાય છે ત્યારે તે માણસોની સાથે સાથે અન્ય કૂતરાઓને પણ કરડે છે. એવી પૂરેપૂરી શકયતા છે કે આ હડકાયા કૂતરાએ વેકુરડી પ્લોટ અને લાઈબ્રેરી આસપાસના અન્ય રખડતા શ્વાનોને પણ બચકા ભર્યા હોય. હડકવાના વિષાણુઓ અન્ય કૂતરામાં ૧૦ થી ૧૫ દિવસમાં ફેલાય છે. એટલે આજે એક કૂતરો પકડાયો, પરંતુ જો તેના કરડવાથી બીજા ૨-૩ કૂતરા સંક્રમિત થયા હશે તો આવતા ૧૫ દિવસ સુધી આ વિસ્તારમાં ફરીથી આવો જ આતંક સર્જાઈ શકે છે. તેથી આગામી ૧૫ થી ૨૦ દિવસ સુધી અત્યંત સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે.''
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને હેલ્થ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જનહિતમાં અપીલ કરવામાં આવી છે કે નાના બાળકોને આગામી થોડા દિવસો સુધી એકલા ઘરની બહાર રમવા કે ટયુશન કે શાળાએ એકલા મોકલવા નહીં. તેમને રખડતા કૂતરાઓથી દૂર રહેવાનું સમજાવવું.
જો કોઈ કૂતરૂ સતત લાળ પાડતું હોય, ગાંડાની જેમ દોડતું હોય, હવામાં બચકા ભરતું હોય, પાણીથી ડરતું હોય કે અન્ય કૂતરાઓને કરડતું દેખાય તો તાત્કાલિક પોરબંદર મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ અને નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. તેને પોતે પકડવાની કોશિશ કરવી નહીં.
જો કમનસીબે કોઈને પણ કૂતરું કરડે તો ગભરાયા વગર સૌપ્રથમ ઘાને નળના ચોખ્ખા વહેતા પાણી અને સાબુથી ઓછામાં ઓછા ૧૫ મિનિટ સુધી સતત ધોવો. અને તાત્કાલિક ભાવસિંહજી હોસ્પિટલ ખાતે જઈને હડકવા વિરોધી રસીનો સંપૂર્ણ કોર્સ અવશ્ય લેવો. એક પણ ડોઝ ચૂકવો નહીં, કારણ કે હડકવા થયા પછી તેનો કોઈ ઈલાજ નથી, પરંતુ સમયસર રસી લેવાથી ૧૦૦%જીવ બચાવી શકાય છે.
પાલતુ કૂતરા ધરાવતા માલિકોને રામદેવભાઇ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે લોકો ઘરમાં કૂતરા પાળે છે તેઓએ પોતાના પાલતુ શ્વાનને સમયસર હડકવા વિરોધી રસી અપાવી લેવી અને હાલ પૂરતું તેમને બહાર ખુલ્લામાં રખડવા ન દેવા.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
