<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

કાલે જૂનાગઢમાં અનુસુચિત જાતિ સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ

૨૫ નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશેઃ રાજુભાઇ સોલંકી રાવણભાઇ પરમાર અને ટીમ દ્વારા તડામાર તૈયારી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૫ઃ જૂનાગઢ જિલ્લા અનુસુચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઇ સોલંકી તથા ઉપપ્રમુખ રાવણભાઇ પરમાર અને તેની ટીમ દ્વારા તા. ૨૬ એપ્રિલને રવિવારના રોજ ડો. આંબેડકરનગર પરમારવાડી જૂનાગઢ ખાતે તૃતીય સમુહ લગ્નોત્સવનુ આયોજન કરાયુ છે.

 આ કાર્યક્રમ ઉદઘાટન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ગણેશભાઇ જાડેજા કરશે અને અધ્યક્ષ સ્થાને પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા બિરાજશે તેમજ  પૂર્વ ડે મેયર ગિરીશ કોટેચા, હિરાભાઇ જોટવા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઇ મકવાણા, ગુજરાત ખેતી બેઠતા ચેરમેન ડોલરભાઇ કોટેચા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઇ જોષી સહિત વિવિધ રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા માંડનાર આ ૨૫ દંપતિઓને શુભેચ્છા અને આશિર્વાદ આપશે.

(11:17 AM IST)