તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
અમરેલીના કુકાવાવમાં જૂથ અથડામણ: પૈસાની લેતીદેતીના મામલે બે જૂથો વચ્ચે મારામારી : કાર અને બાઇકમાં તોડફોડ
એક મહિલાને છાતીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી

અમરેલીના કુકાવાવમાં નવા વર્ષના દિવસે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. પૈસાની લેતીદેતીના મામલે બે જૂથો સામસામે આવી જતાં મારામારી થઈ હતી. જેમાં લોખંડના પાઈપ અને પથ્થરોથી કારના કાચ તોડવામાં આવ્યા હતા. કાર અને બાઈકમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનામાં એક મહિલાને છાતીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મારામારીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. બનાવને પગલે વડિયા પોલીસ સ્ટેશનમાં 16 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
