News of Tuesday, 17th November 2026
જામ ખંભાળીયા માર્કેટ યાર્ડમાં મગફળીની ઉતરાઇ બંધ કરાઇ
આવક કરતા જાવક ઓછી હોવાથી માર્કેટ યાર્ડમાં જગ્યાની અછત વર્તાઈ.

જામ ખંભાળીયા માર્કેટ યાર્ડમાં મગફળીની ઉતરાઇ બંધ કરાઇ છે. યાર્ડમાં આવક કરતા જાવક ઓછી હોવાથી માર્કેટ યાર્ડમાં જગ્યાની અછત વર્તાઈ છે .અગાઉના રજાના દિવસોમાં હરરાજી નહીં થતા મગફળીનો જથ્થો વધુ એકત્રિત થયો હતો 10 થી 12 હજાર ગુણીની આવક સામે જાવક ઓછી છે ..4 થી 5 હજાર જેટલી ગુણીનો નિકાલ હોવાથી યાર્ડમાં મગફળીનો જથ્થો ભરચક્ક થયો હતો આવક સામે નિકાલ ની ગતી ધીમી પડતા યાર્ડમાં જગ્યાની અછત વર્તાઈ છે જગ્યાના અભાવે માર્કેટ યાર્ડ દ્વારા હાલ પુરતી મગફળીની ઉતરાઇ બંધ કરાઇ છે યાર્ડ દ્વારા બીજી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી મગફળી લઈને યાર્ડમાં નહીં આવવા ખેડુતોને યાર્ડ દ્વારા અપીલ કરાઇ છે .
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
