તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
કાલે વિરપુર (જલારામ)માં સ્વ. વેલજીભાઇ સરવૈયા પ્રવેશદ્વારનું ભૂમિપૂજન
જયેશ રાદડિયા, ગોધરન ધામેલીયા સહિતના ઉપસ્થિત રહેશે

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારા)તા.૨૨ :.. રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર ખાતે ખાંટ રાજપૂત સમાજના અગ્રણી અને સૌરાષ્ટ્ર ભાજપના દિવંગત નેતા સ્વ. વેલજીભાઈ સરવૈયાની સ્મળતિને કાયમી જાળવી રાખવાના હેતુથી એક ભવ્ય સ્વ. વેલજીભાઈ સરવૈયા પ્રવેશદ્વાર (ગેઈટ) બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત આવતીકાલે તા. ૨૩/૦૭/૨૦૨૬ ને ગુરૂવારે સવારે ૯-૩૦ કલાકે જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના વરદ્ હસ્તે યોજાશે.
સ્વ. વેલજીભાઈ સરવૈયાની અણધારી વિદાયને સાડા ત્રણ વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં, જેતપુર તાલુકામાં તેમણે કરેલાં લોકસેવાના કાર્યોની સુવાસ આજે પણ ઙ્કસરેલી છે. તેમની સ્મળતિ કાયમી રહે તે માટે સરવૈયા પરિવાર દ્વારા શ્નસ્વ. વેલજીભાઇ સરવૈયા મેમોરીયલ ટ્રસ્ટઙ્ખની સ્થાપના કરવામાં આવી છે, જે હેઠળ વિવિધ સેવાકીય પ્રવળત્તિઓ ચલાવવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે મંજૂર કરાયેલા આ પ્રવેશદ્વારનું નિર્માણ જેતપુર રોડ, તોરણ હોટલ સામે કરવામાં આવશે.
આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપરાંત ગોરધનભાઈ ધામેલીયા, જનકભાઈ ડોબરીયા, દિનેશભાઇ વઘાસીયા, જિલ્લા પંચાયત સદસ્ય દિપકભાઈ ગાજીપરા, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ કોઠારી, વિરપુર ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઈ સરવૈયા, તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રસીકભાઈ સખીયા, નરેશભાઈ ડોબરીયા, કોળી જ્ઞાતિના પ્રમુખ કેશુભાઇ મેર, ગાયત્રી મુક્તિ ધામ ટ્રસ્ટના અનિલભાઇ વઘાસીયા તેમજ ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ અગ્રણીઓ ,આગેવાનો તેમજ સર્વ સમાજના આગેવાનો તથા ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.
વિરપુર ગામની તથા આસપાસના વિસ્તારની જાહેર જનતાને આ ભૂમિપૂજન વિધિના શુભ પ્રસંગે બહોળી સંખ્યામાં હાજર રહેવા સ્વ. વેલજીભાઇ સરવૈયા મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઇ સરવૈયા દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
