<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

જૂનાગઢમાં આસ્થાના મહાપર્વ સમાન ગિરનારની લીલી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ

યાત્રિકોની સંખ્યા સતત વધતા ઈટવા ગેટ ખોલવાનો નિર્ણય : ‘જય ગિરનારી’ના નાદ સાથે હજારો શ્રદ્ધાળુઓએ ગિરનારની ગોદમાં પહોંચ્યા

જૂનાગઢમાં આસ્થાના મહાપર્વ સમાન ગિરનારની લીલી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો છે. ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ ઉમટી પડ્યા છે. પરંપરા મુજબ પરિક્રમાનો વિધિવત પ્રારંભ મધ્યરાત્રિથી થવાનો હતો, પરંતુ યાત્રિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમય કરતાં 15 કલાક વહેલી પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. યાત્રિકોની સંખ્યા સતત વધતા ઈટવા ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ભાવિકોને પરિક્રમામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ‘જય ગિરનારી’ના નાદ સાથે હજારો શ્રદ્ધાળુઓએ ગિરનારની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. ગિરનારની પવિત્ર પરિક્રમાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.

(11:46 AM IST)