તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 2nd May 2026
જૂનાગઢ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિરે શ્રી રાધારમણદેવ અને સિધ્ધેશ્વર મહાદેવના પાટોત્સવની ભવ્ય ઉજવણી
૩૦૦ કિલો ડ્રાયફૂટ અભિષેક ૬૦૦ કિલો પુષ્પાભિષેક સાથે રાજોપચારપુજનઃ સાંજે જળયાત્રા અને પુ. મહારાજશ્રીનું સામૈયુ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨: જૂનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી રાધારમણ દેવ મહાપ્રતાપી શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીના ૧૯૮માં વાર્ષિક પાટોત્સવની તા.૨૯ થી ઉજવણીનો પ્રારંભ થયો છે.
જેમાં સાંજે ૪થી ૭ અને રાત્રે ૯થી ૧૧ વચનામૃત વિવેચન કથાનું ડો. શાસ્વા સંતવલ્લભદાસજી શાસ્વા સરજુદાસાનંદજી કથાનું રસપાન કરાવી રહયા છે.
આજે સવારે ૮ કલાકે અ.નિ હરિશભાઇ શનાભાઇ પટેલ પરિવાર વડોદરાના યજમાનપદેશ્રી રાધારમણદેવ અને સિધ્ધેશ્વર મહાદેવનું ભવ્યાતિભવ્ય રાજોપચાર પુજન જેમાં ૩૦ કિલો ડ્રાયફુટનો અભિષેક ૬૦૦ કિલો પુષ્પાભિષેક કરવામાં આવેલ.
સાંજે ૪/૩૦ કલાકે ગુરૂકુલ કાળવા ચોકથી જળયાત્રા નિકળેલ અને પ.પુ. ધંધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનું સંતોહરિભકતો દ્વારા ભવ્ય સાયૈયુ કરવ્યું હતું. અને રાત્રે ૯ કલાકે ૨૨૧૧મી ઘરસભા યોજાઇ રહી છે. આવતીકાલે રવિવારના રોજ આ પાંચ દિવસના પાટોત્સવની પુર્ણાહુતી થનાર છે.
આ પાટોત્સવ દરમ્યાન ધામેધામથી વરિષ્ઠ સંતોહરિભકતો મોટી સંખ્યામાં લાભ લેવા ઉમટી પડયા હતા ત્યારે પુર્વ ચેરમેન દેવનંદનદાસ સ્વામી ચેરમેન પુરૂષોતમ પ્રકાશદાસજી (પીપી સ્વામી) મુખ્ય કોઠારી શાસ્વા ધર્મ કિશોરદાસજી દ્વારા ખુબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમ પ્રફુલભાઇ કાપડીયાએ જણાવ્યું હતું.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
