તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
કાલાવડમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી :હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા વિશાળ શોભાયાત્રા :પરંપરાગત મટકી ફોડના રોમાંચક કાર્યક્રમો
ભવ્ય યાત્રા મુખ્ય બજારોમાંથી પસાર થઈને લીમડા ચોક, મ્યુનિસિપલ હાઈસ્કૂલ, સરદાર પટેલ ચોક અને કુંભનાથ પરા સહિતના મુખ્ય માર્ગો પર ફરી

જામનગર :જન્માષ્ટમીના પાવન અવસરે જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા એક ભવ્ય અને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના સુમારે શીતલા માતાના મંદિર પાસેથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર કાલાવડ નગરી ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગઈ હતી.
કાલાવડના રામ મંદિરેથી પ્રસ્થાન પામેલી આ ભવ્ય શોભાયાત્રા ધોરાજી રોડ નાકા પાસેથી પસાર થઈને સિનેમા રોડ થઈને મૂડીલાના નાકા વિસ્તારમાં પહોંચી હતી. યાત્રાના માર્ગમાં ઠેર-ઠેર કૃષ્ણ ભક્તો અને સ્થાનિક વેપારી મંડળો દ્વારા ભવ્ય સ્વાગત સત્કાર કરવામાં આવ્યા હતા. ઠાકોરજીના સન્માનમાં રસ્તાઓ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી અને જય શ્રી કૃષ્ણના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
શોભાયાત્રા દરમિયાન નગરમાં અનેક સ્થળોએ પરંપરાગત મટકી ફોડના રોમાંચક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં યુવાનોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ ભવ્ય યાત્રા મુખ્ય બજારોમાંથી પસાર થઈને લીમડા ચોક, મ્યુનિસિપલ હાઈસ્કૂલ, સરદાર પટેલ ચોક અને કુંભનાથ પરા સહિતના મુખ્ય માર્ગો પર ફરી હતી અને નિર્ધારિત સ્થળે શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી. આ પ્રસંગે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
