<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

દ્વારકાધીશ મંદિરે અક્ષય તૃતીયાનો ભવ્‍ય ઉત્‍સવ, ચંદનવાઘા શૃંગાર અને વિશેષ દર્શનનો ક્રમ જાહેર

વૈશાખ સુદ-૩ને સોમવારે મંગળા આરતીથી લઈ સાંજના નિત્‍યક્રમ સુધીના દર્શનનો સમય નક્કીઃ વહીવટદાર હિમાંશુ ચૌહાણ દ્વારા જાહેર વિજ્ઞપ્તિઃ સોશિયલ મીડિયા પર QR કોડથી લાઈવ દર્શનની વ્‍યવસ્‍થા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૫: શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે આગામી તા. ૨૦/૦૪/૨૦૨૬ને સોમવાર, વૈશાખ સુદ-૩ના દિવસે અક્ષય તળતીયાનો પાવન પર્વ ઉજવાશે. આ નિમિત્તે મંદિરના વહીવટદાર અને નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ (GAS) દ્વારા ખાસ ક્રમ જાહેર કરવામાં આવ્‍યો છે. અક્ષય તળતીયાના દિવસે શ્રી દ્વારકાધીશ મંદિરમાં દર્શનનો ક્રમ આ મુજબ રહેશેઃ સવારે ૦૬:૩૦ વાગ્‍યે મંગળા આરતી, સવારે ૦૮:૦૦ થી ૦૯:૦૦ સુધી અભિષેક પૂજન દરમિયાન દર્શન બંધ રહેશે. સવારે ૧૦:૦૦ વાગ્‍યે શળંગાર આરતી, ૧૦:૧૫ વાગ્‍યે ધ્‍વાલ ભોગ વખતે દર્શન બંધ, સવારે ૧૦:૧૫ થી ૧૨:૦૦ સુધી ચંદનવાઘા શળંગાર બંધ પડદે થશે જેથી દર્શન બંધ રહેશે. બપોરે ૧૨:૦૦ વાગ્‍યે અક્ષય તળતીયા ઉત્‍સવ આરતી, ૧૨:૪૫ વાગ્‍યે રાજભોગ દરમિયાન દર્શન બંધ રહેશે. બપોરે ૦૧:૩૦ થી ૦૫:૦૦ સુધી અનોસર રહેશે અને મંદિર બંધ રહેશે. ત્‍યારબાદ સાંજનો ક્રમ નિત્‍યક્રમ મુજબ રહેશે.

વહીવટદાર કચેરી દ્વારા તમામ વૈષ્‍ણવોને દર્શનનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. જે ભક્‍તો પ્રત્‍યક્ષ દર્શન ન કરી શકે તેમના માટે શ્રી દ્વારકાધીશ મંદિરના ઓફિસિયલ સોશિયલ મીડિયાના માધ્‍યમથી લાઈવ દર્શનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ભક્‍તો QR CODE સ્‍કેન કરીને પણ દર્શનનો લાભ લઈ શકશે

(1:18 PM IST)