તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
રાજયપાલ ભાવનગર જિલ્લાની મુલાકાતે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તા. ૧ અને ૨ જુલાઈ ના રોજ ભાવનગર જિલ્લાની મુલાકાતે છે.
મુલાકાતના પ્રથમ દિવસે બપોરે ૩:૩૦ કલાકે રાજ્યપાલશ્રી ભાવનગર શહેર ખાતે શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર, મોતીબાગ ટાઉન હોલ ખાતે ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આયોજિત નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ રાજ્યપાલશ્રી સરતાનપર ગામે વળક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રાત્રિ ગ્રામસભા સહિતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે.
તા. ૨ સવારે ૫:૪૫ કલાકે રાજ્યપાલશ્રી સરતાનપર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં સહભાગી બનશે. ત્યારબાદ સવારે ૭:૦૦ કલાકે ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના આણંદ પ્રાકળતિક મોડેલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકળતિક કળષિની કામગીરીનું અવલોકન કરશે તેમજ ગાય દોહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ ૯:૩૦ કલાકે રાજ્યપાલશ્રી સરતાનપર ગામે ચૌહાણ પરિવારની નવી વાડી ખાતે આયોજિત પ્રાકળતિક કળષિ પરિસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રાકળતિક ખેતીના વ્યાપક પ્રચાર-પ્રસાર અને તેના પ્રોત્સાહન અંગે માર્ગદર્શન આપશે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
