<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

સરકારી માધ્યમિક શાળા – રેવા ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ–૯ની દિકરીઓને સાયકલ વિતરણ કરાયું

દિકરીઓના શિક્ષણમાં નિયમિતતા અને આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી નિઃશુલ્ક સાયકલ વિતરણ યોજાયું : વાલીઓની બહોળી ઉપસ્થિતિ વચ્ચે પ્રોત્સાહક માર્ગદર્શન અપાયું

રેવા: શ્રી સરકારી માધ્યમિક શાળા – રેવા ખાતે ગુજરાત સરકારની કલ્યાણકારી ‘સરસ્વતી સાધના યોજના’ અંતર્ગત ધોરણ–૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સાયકલોનું વિતરણ કરવાનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાઈ ગયો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણે સાયકલ મેળવનાર તમામ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષકોએ દીકરીઓને અભ્યાસ પ્રત્યે નિયમિતતા દાખવવા, આત્મવિશ્વાસ કેળવવા અને સુરક્ષિત રીતે શાળાએ આવવા-જવા માટે જરૂરી પ્રેરણા પૂરી પાડી હતી.

ઉપસ્થિત વાલીઓએ પણ રાજ્ય સરકારની આ યોજનાને બિરદાવી હતી અને પોતાની દીકરીઓના શિક્ષણમાં સતત પ્રોત્સાહન અને સહયોગ આપવાનો પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાયકલ વિતરણથી દીકરીઓના શિક્ષણ અને શાળાએ આવવાની સુગમતામાં વધારો થશે. (અહેવાલ - મુકેશ પંડિત)

(11:30 AM IST)