<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

દ્વારકા જતા વૃધ્‍ધ પદયાત્રીની સાયકલમાંથી રૂ.૫૦ હજારની ચોરી કરનારા ઝડપાયા

જામનગર LCBએ રૂા. ૧.૦૬ લાખના મુદ્દામાલ સાથે બે શખ્‍સો અને એક સગીરને દબોચ્‍યાઃ અડગ શ્રદ્ધા સાથે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા કરતા દ્વારકા જઈ રહેલા રાજસ્‍થાનના વયોવળદ્ધ સકારામજીને બનાવ્‍યા હતા નિશાન

(સંજય ડાંગર દ્વારા)  ધ્રોલ  તા. રઃ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અડગ શ્રદ્ધા ધરાવતા પદયાત્રી ને નિશાન બનાવતી ત્રણ પૈકીનો એક આરોપી સગીર છે ત્રિપુટીને  જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્‍ચે (LCB) ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના રોકડા રૂપિયા અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મળી કુલ રૂા. ૧,૦૬,૦૫૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે.

મળતી વિગતો મુજબ, મૂળ રાજસ્‍થાનના બાલોતરા (બાળમોડા) જિલ્લાના અસાડા ગામના વતની અને હાલ નિવળત સંન્‍યાસી જીવન જીવતા ૭૬ વર્ષીય વળદ્ધ સકારામજી મંગનાજી ચૌહાણ દ્વારકા જવા નીકળ્‍યા હતા. કાળઝાળ ગરમી વચ્‍ચે પણ પોતાની અડગ શ્રદ્ધા સાથે તેઓ દરરોજ ધગધગતા રોડ પર સાષ્ટાંગ દંડવત ણામ કરતા કરતા આગળ વધી રહ્યા હતા. તેમની સાથે ત્રણ પૈડાંવાળી એક સાયકલ ધક્કો મારી ને દંડવત ણામ કરી ને દ્રારકા જતા હતા ગત તારીખ ૨૬ જૂનના રોજ સવારના આશરે સાડા છ થી સાત વાગ્‍યાના અરસામાં, જામનગર-ખંભાળિયા હાઈવે પર બેડ ગામ પાસે આવેલા ટોલ નાકા અને રામ મંદિર નજીક, બાપા સીતારામની મઢુલી સામે તેમણે પોતાની સાયકલ પાર્ક કરી હતી.

આ સમય દરમિયાન ત્‍યાં આવેલા અજાણ્‍યા તસ્‍કરોએ મોકો જોઈ સાયકલ પર રાખેલો કપડાંનો થેલો, જેમાં કપડાં, શાલ અને મહત્‍વના દસ્‍તાવેજો હતા, તેની ચોરી કરી હતી. તદુપરાંત, સાયકલના પાછળના ભાગે મારેલી પતરાની પેટીમાંથી સંન્‍યાસીને ભેટ-સોગાદમાં મળેલા આશરે રૂપિયા ૫૦,૦૦૦/- થી ૬૦,૦૦૦/- ની રોકડ રકમ પણ તસ્‍કરો ચોરી કરી નાસી છૂટયા હતા. આ સંવેદનશીલ ઘટના અંગે વળદ્ધ સંન્‍યાસીએ સિક્કા પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

જીલ્લામાં બનેલા આ અન-ડીટેક્‍ટ ગુનાને શોધી કાઢવા માટે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્‍ત રાય (IPS) તથા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિ મોહન સૈની (IPS) દ્વારા કડક સુચના આપવામાં આવી હતી. જેના પગલે એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર શ્રી વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એમ.વી.ભાટીયા તથા સ્‍ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી, હાઈવે પરના સીસીટીવી ફૂટેજ સહિત ના મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી.

દરમિયાન એલ.સી.બી. સ્‍ટાફના ઘનશ્‍યામભાઇ ડેરવાણીયા, મયુદ્દિનભાઇ સૈયદ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા અને કિશોરભાઇ પરમારને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે સરમત ગામના પાટીયા પાસે રોડ ઉપરથી વોચ ગોઠવીને આરોપીઓને દબોચી લેવાયા હતા.

પકડાયેલા આરોપીઓમાં (૧) ઉદલભાઈ કનૈયાભાઈ પરમાર બાવરી (ઉ.વ.૧૯, રહે. દિગ્‍ગામ સર્કલ, જામનગર), (૨) ભરતભાઈ માલાભાઈ ઉર્ફે જગમલભાઈ રાઠોડ (ઉ.વ.૨૫, રહે. સાધના કોલોની પાસે, જામનગર) અને (૩) એક કાયદાથી સંઘર્ષિત કિશોરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રુ ૫૬,૦૫૦/- ની ચોરીની રોકડ રકમ અને ગુનામાં વાપરેલ રુ૫૦,૦૦૦/- ની કિંમતનું મોટરસાયકલ મળી કુલ રૂા.૧,૦૬,૦૫૦/- નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકીનો એક આરોપી સગીર હોવાનું સામે આવ્‍યું છે

આ સફળ કામગીરીમાં એલ.સી.બી. સ્‍ટાફના એ.એસ.આઈ. ભરતભાઈ ડાંગર, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, અરજણભાઈ કોડીયાતર, ક્રિપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, સુમીતભાઈ શીયાર, રૂધિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઈ વીરડા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ભારતીબેન ડાંગર જોડાયા હતા.

(12:06 PM IST)