<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ત્રંબામાં સરકારી ખરાબા અનેક ગેરકાયદેસર દબાણોઃ કલેકટરને ફરીયાદ કરતા મકવાણા

ત્રંબામાં રહેતા ખીમજીભાઇએ સર્વે નંબર સહિતની વિગતો આપી

રાજકોટ તા. ર૮: કસ્‍તુરબાધામ ખાતે રહેતા ખીમજીભાઇ મકવાણાએ કલેકટરને પત્ર પાઠવી રાજકોટ તાલુકાના ત્રંબા ગામના સરકારી ખરાબા પરના ગેરકાયદેસર દબાણો તાત્‍કાલિક દુર કરવા માંગણી કરી છે. પત્રમાં ઉમેર્યું છે કે, કસ્‍તુરબા ધામ (ત્રંબા) ગામમાં આવેલા સરકારી ખરાબા સર્વે નં. ર૭૭ પર કેટલાક વ્‍યકિતઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્‍યું છે. તેમજ એક કોલેજ દ્વારા ગૌચર પર ૧૦ એકર દબાણ બાબતે મેં તાલુકા મામલતદાર કચેરીમાં અવારનવાર લેખિત અરજીઓ કરી છે. મામલતદાર દ્વારા દબાણકર્તાઓને ર૦૧૮માં નોટીસો પણ પાઠવવામાં આવી છે. છતાં આજ સુધી કોઇ પણ દબાણ દુર કરવામાં આવ્‍યું નથી. માત્ર નોટીસો મોકલીને જ કાર્યવાહી પૂરી થયેલી ગણવામાં આવી રહી છે. સરકારી જમીન પરનું દબાણ કાયદાનું ઉલ્લંઘન છે અને જાહેર હિત વિરુદ્ધ છે.

 જો તાત્‍કાલિક કાર્યવાહી નહીં થાય તો સ્‍થિતિ વધુ ગંભીર બની શકે છે. તેથી આપને વિનંતી છે કે, ત્રંબા ગામના સરકારી ખરાબા સર્વે નં. ર૭૭ પરના તમામ દબાણોની તાત્‍કાલિક સ્‍થળ તપાસ કરાવવામાં આવે. અગાઉ જે દબાણકર્તાઓને નોટીસો પાઠવવામાં આવી હોય તે તમામના દબાણો તાત્‍કાલિક દુર કરવામાં આવે.

(11:35 AM IST)