તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા સરકાર દ્વારા ખાલી જળાશયો ભરવાની કામગીરી
મગફળી સહિત મહામુલો પાક સુકાવવા લાગ્યો હતો અને પાણી વિના વાવેતર શકય નહોતું: અર્જુનભાઇ મોઢવાડીયાને રૂબરૂ રજુઆત બાદ તાત્કાલિક પગલાઃ ખેડૂતોએ આભાર માન્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭: જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાય ગયેલ અને રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી. અર્જુનભાઇએ ખેડૂતના પ્રશ્ને તાત્કાલિક રજુઆત કરીને પગલા લેતા સરકાર દ્વારા જિલ્લાના વિવિધ જળાશયોમાં પાણી ભરવાની કામગીરી શરૂ થઇ છે.
જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં વરસાદ બાદ વરસાદ ખેંચાતા પાક સુકાવાની તૈયારીમાં હતો, ત્યારે સરકારે જળાશયો ને પાણીથી ભરવાનું કર્યું શરૂ કર્યું છ ે. વરસાદ ખેંચાતા ૧૫૦ જેટલા ખેડૂતો મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ને રૂબરૂ રજૂઆત કરવા આવ્યા બાદ અર્જુનભાઇએ તાત્કાલિક પગલાં લઈ ખેડૂતોનો પાક બચાવવા રાણા રોજીવાળા સીમર ના તળાવ અને ધ્રોકડ ડેમ પાણીથી ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોએ રાજ્ય સરકારઅને અર્જુનભાઇનો આભાર માન્યો છે.
પોરબંદર જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે જિલ્લાના ખેડૂતોનો મગફળી સહિતનો મહામૂલો પાક સુકાવાની આરે આવી ગયો હતો. પાણી વિના વાવેતર પણ શકય ન હતું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ દુદાભાઈ કારાવદરા દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને લેખિત રજૂઆત કરીને સૌની યોજના હેઠળ ડેમ-તળાવ તાત્કાલિક ભરવાની માંગ કરી હતી. ત્યારબાદ ઈશ્વરીયા, અડવાણા, રાણા રોજીવાળા અને સીમર ગામના ૧૫૦ જેટલા ખેડૂતોએ કેબિનેટ મંત્રી માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ને પોરબંદર ખાતે રૂબરૂ મળીને વેદના વ્યક્ત કરી હતી.
ખેડૂતોની રજૂઆત મળતા જ મંત્રીશ્રી અર્જુનભાઈએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક કરી હતી. પરિણામે સરકારે તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પાણી આપવાનો નિર્ણય કર્યો. સૌની યોજના હેઠળ આ કામગીરી હાથ ધરાઈ છે જેમાં ૧. રાણા રોજીવાળા તળાવ ૨. સીમર ગામનું તળાવ તેમજ ૩. ધ્રોકડ ડેમ માં પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવ્યું છે. અન્ય ૪. આ નાના સ્ત્રોત ભરાયા બાદ બરડા પંથકની જીવાદોરી સમાન વર્તુ-૨ ડેમ અને સોરઠી ડેમ ને પણ પાણી આપવામાં આવશે. ખેડૂતોના સંકટ સમયે સરકારે ખરા અર્થમાં મદદરૂપ થઈને ખેડૂતોનો પાક બચાવ્યો છે. જે બદલ ઈશ્વરીયા, અડવાણા, રાણા રોજીવાળા અને સીમર ગામના ખેડૂતોએ અર્જુનભાઈ મોઢવાડિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે અને અભિનંદન પાઠવ્યા છે
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
