તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
જામનગરમાં ગોરાણી ગ્રુપ દ્વારા પ્રથમ વખત ગોરાણી ગરબા નવરાત્રી મહોત્સવ

જામનગરઃ જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેનો અને બાળકો માટે ગોરાણી ગ્રુપ જામનગર દ્વારા પ્રથમ વખત ગોરાણી ગરબા નવરાત્રી મહોત્સવ તથા મહારાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં બ્રહ્મસમાજની ૧૫૦૦થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, શાસક પક્ષના નેતા અજયભાઈ મોદી સહિત કોર્પોરેટર ભાઈ-બહેનો,પત્રકાર મંડળના પ્રમુખ ભરતભાઇ રાવલ, નવાનગર કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અશોકભાઈ જોબનપુત્રા,ભરતભાઇ કવાડ, નોબત દૈનિકના ચેતનભાઈ માધવાણી, જયેશભાઇ રૂપારેલીયા, ડો.દેવાંશુભાઈ શુક્લ, ડો. નીરજ ભટ્ટ,ડીવાયએસપી સમીરભાઈ શારડા, પત્રકારો,ન્યુઝ ચેનલના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત બ્રહ્મસમાજના હોદ્દેદારો તેમજ જામનગરમાં કાર્યરત બ્રહ્મસમાજના વિવિધ ઘટકો અને પેટા જ્ઞાતિઓના અગ્રણીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમને સાંસદ પૂનમબેન માડમ,શિક્ષણમંત્રી રિવાબા જાડેજા ની શુભકામનાઓ મળી હતી. ગોરાણી ગ્રુપનાં સંયોજક ડિમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે, જામનગર જ નહીં પરંતુ ગુજરાતમાં સૌપ્રથમ વખત માત્ર બ્રહ્મસમાજની મહિલાઓ માટે આ ઙ્કકારના મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોરાણી ગરબા નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર ખેલૈયાઓએ ઉત્સાહભેર પોતાની કલા રજૂ કરી હતી. સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલૈયાઓને અલગ-અલગ દાતાઓના સહયોગથી ઇનામો આપી પુરસ્કળત કરવામાં આવ્યા હતા. સફળ બનાવવા ગોરાણી ગ્રુપનાં સંયોજક ડિમ્પલબેન રાવલની આગેવાનીમાં અનિલાબેન દવે, અર્ચનાબેન પુંજાણી, ધારાબેન પુરોહિત, ભાવિકાબેન જોશી, કિરણબેન પંડ્યા, મનિષાબેન ઠાકર, દેવિકાબેન ઠાકર, પાયલબેન શર્મા, રેણુકાબેન ભટ્ટ, વીણાબેન પાઠક, તેજલબેન પુરોહિત, હંસાબેન રાવલ, હર્ષિતાબેન જોશી, ડિમ્પલબેન મહેતા, દિશિતાબેન પંડ્યા, નિધિબેન ભટ્ટ, નીતાબેન પંડ્યા, પ્રીતિબેન રાવલ, ભાવનાબેન રાવલ સહિતની બહેનોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન બીમલભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકે જલ્પાબેન બુચ, સિમરનબેન ભટનાગર અને હિરબેન બુચે સેવા આપી હતી. રંગતાળી ગ્રુપના સંયોજક સંજયભાઈ જાની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કે.ડી. જ્વેલર્સ, અપના બજાર મોલ તેમજ અન્ય અનેક દાતાઓએ સહયોગ પૂરો પાડ્યો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.(તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી -જામનગર)
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
