તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
ગોંડલના ગુંદાળા-પાટીદડ વચ્ચે પુલ નીચે એકટીવા ખાબકતા ગોપાલભાઇ વેકરીયાનું મોત
તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલ વૃધ્ધનો મૃતદેહ અને એકટીવા નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી- ગોંડલ) (૩.૮) કેરીની ખરીદી કરી ગોંડલથી તરત ફરતો' ને કાળભેટી ગયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૪: ગોડલ નાં ગુંદાળા પાટીદળ વચ્ચે એકટીવા પુલ નીચે ખાબકતા ચાલક વળધ્ધ નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.વળધ્ધ ગોંડલ થી કેરી ખરીદી પાટીદડ જઇ રહ્યા હતા.ત્યારે અકસ્માત સર્જાયો હતો.બનાવ નાં પગલે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી જઇ મળતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ પાટીદડ રામજી મંદિર પાસે રહેતા વેકરીયા ગોપાલભાઈ ઉકાભાઇ ઉ.૭૦ એકટીવા લઈ ગોંડલ કેરી સહીત ની ખરીદી કરી પાટીદડ જઇ રહ્યા હતા.ત્યારે ગુંદાળા થી પાટીદડ વચ્ચે પેટ્રોલ પંપ નજીક પુલ પરથી પસાર થઇ રહ્યા હતા.ત્યારે અચાનક બેલેન્સ ગુમાવતા એકટીવા સહિત પુલ નીચે ખાબકતા ગંભીર ઇજાઓ ને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.અકસ્માત સ્થળે કેરીની બે પેટીઓ વિખરાયેલી નજરે પડતી હતી. મળતક ગોપાલભાઈ ખેતીકામ કરતા હતાં.સંતાન માં બે પુત્રો છે.જે બન્ને પરણિત છે.અકસ્માત ની જાણ પાટીદડ ખાતે પરીવાર ને થતા શોકમગ્ન બન્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસ નાં મયુરસિહ રાણાએ તપાસ હાથ ધરીછે
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
