News of Thursday, 25th June 2026
મોટી પાનેલીના ફુલઝર ડેમ કાંઠે રૂ. ૧.૧૫ કરોડનો મુદ્દામાલ કબ્જે
ખરાબામાંથી રેતી ખનન કરતા જેસીબી, ડમ્પર સહિત ૬ વાહનો સીઝ : રાજકોટ રેન્જ ટીમની કાર્યવાહીઃ ભાયાવદર પો.સ્ટે. હદમાં ખનીજ ચોરી ઝડપીઃ ૫૦ લાખની રેતીનો સ્ટોક જપ્ત

(કળષ્ણકાંત ચોટાઈ દ્વારા)ઉપલેટા તા.૨૫: નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય IPS, રાજકોટ વિભાગની સૂચનાથી રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવળત્તિ અને કુદરતી સંપત્તિને નુકસાન કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અન્વયે રાજકોટ રેન્જ ન્ઘ્ગ્ના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા અને સ્ટાફે હ્યુમનસોર્સ અને વર્કઆઉટથી મોટી કાર્યવાહી કરી છે.
PSI બી.સી. મીયાત્રા અને સ્ટાફના શિવરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ ચુડાસમા, દિવ્યેશભાઈ સુવા, નિકુલભાઈ પંપાણીયાએ રાજકોટ ગ્રામ્યના ભાયાવદર પો.સ્ટે. વિસ્તારના મોટીપાનેલી ગામે આવેલ ફુલઝર ડેમ કાંઠે સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર રેતી ખન કરતા ઇસમોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. ભાયાભાઈ આલાભાઈ બઢ અને કમાભાઈ આલાભાઈ બઢ રહે. ઢાંક તા. ઉપલેટા વાળાઓના સાગરીતો વાહનો સાથે ઝડપાયા હતા.
કબજે કરાયેલ મુદ્દામાલ - કુલ રૂ. ૧,૧૫,૦૦,૦૦૦ ૧. JCB નં. જીજે ૧૪ એમ ૬૬૧૪ - કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦ ૨. લોડર ટ્રેક્ટર નં. જીજે ૧૧ એડી ૨૨૫૭ - કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ ૩. ડમ્પર નં. જીજે૧૪ એટી ૪૦૦૫ - કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦ ૪. નંબર વગરનું ડમ્પર ચેસિસ નં. MBTHTD FC3EERP6828 - કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦ ૫. આઇસર ટ્રેક્ટર નં. જીજે ૨૪ એએમ ૦૫૫૪ - કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ ૬. આઇસર ટ્રેક્ટર નં. જીજે ૧૦ ડીજી ૦૮૮૯ - કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ ૭. રેતીનો સ્ટોક - કિંમત રૂ. ૫૦,૦૦,૦૦૦ છે.
LCB ટીમે કુલ રૂ. ૧.૧૫ કરોડનો મુદ્દામાલ સીઝ કરી ભાયાવદર પોલીસ સ્ટેશનના સ્ટાફને હવાલે કર્યો છે.
ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસર દંડની કાર્યવાહી માટે કસુરદારો અને મુદ્દામાલ સોંપી દેવાયા છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
