News of Thursday, 15th October 2026
ર લાખના સાયબર ફ્રોડ બાદ વધુ રૂપિયાની માંગણી કરતા ગોંડલની પરણિતાએ આપઘાત કર્યો'તો
વિદેશથી આવેલ પાર્સલ ઉપરના કેસમાંથી બચવુ હોયતો રૂપિયા આપવા પડશે તેમકહી ધમકાવતા'તાઃ ૮ વોટોસએપ નંબર ધારકો સામે ફરીયાદ : મૃતક પરણિતાએ નેકલેશ ઉપર ગોલ્ડ લોન લઇ સોનાની વીંટી તથા બ્રેસલેટ વેંચી રૂપિયા ચૂકવ્યા!

રાજકોટ, તા. ૧પઃ ગોંડલની પરણિતા સાથે ર લાખનો સાયબર ફોડ થયા બાદ તેની પાસે વધુ રૂપિયાની માંગણી થતા કંટાળી જઇ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે. આપઘાત માટે મજબુર કરનાર ૮ વોટસએપ નંબર ધારકો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ ગોંડલ ગુંદાળા રોડ શાંતિનગર તુલસી કલ્યાણ કૃષિ કેન્દ્રવાળી શેરી નં.૩ રાધાકૃષ્ણ મંદિરની સામે રહેતા નિમીષાબુન હિમેનભાઇ ઘેટીયા નામની પરણિતાએ ગત તા.૮ના રોજ તેના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવના મૃતકના પતિ હિમેનભાઇ હેમંતભાઇ ઘેટીયાએ ૮ વોટસએપ મોબાઇલ નંબર ધારકો સામે આપઘાત કરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે.
મારી પત્ની નિમીષાને તેના વોટસએપ મોબાઇલ નંબર ઉપર વોટસએપ મોબાઇલ નંબર ૯૨ ૩૨૮ ૩૩૮૭૩૬૭ તથા મો. ન. ૯૨ ૩૪૪ ૭૧૯૮૭૦૫ ન તથા મો.ન. ૅ૯૨ ૩૨૭ ૨૫૧૨૯૨૭ તથા મો.ન.૯૬ ૬૫૮ ૦૨૬૫૩૮૧ તથા મો.ન. ૪૪ ૭૯૦૮ ૮૧૮૪૭૫ તથા ૦૪૪૭૩૪૨૧૩૬૩૦૨ તથા મો. નં. ૯૭૧ ૫૮૪૬૧૮૮૫૫ તથા મો. નં. ૯૭૧ ૫૫૫૮૧૯૭૫૧ વાળા ઉપરથી વાત કરનાર વ્યક્તિએ નિમીષા સાથે વોટસએપ કોલ તથા મેસજમાં વાત કરી, મિત્રતા કેળવી, નિમીષા માટે વિદેશથી ડાયમંડનો નેકલેસ સેટ ગીફટમાં પાર્શલ કરી મોકલાવેલનુ જણાવી ત્યારબાદ આ ઉપરોક્ત અલગ અલગ મોબાઇલ નંબર ઉપરથી નિ મીષાને વ્હોટસએપ કોલ તથા મેસજ કરી નેકલેસ સેટ ઉપર લાગેલ ટેક્સની ચૂકવણી કરવા તથા વિદેશથી પાર્શલ આવેલ હોય જેના ઉપર કેસ થાય તેમ છે જેમા ફીટ થઇ જશો જો બચવુ હોય હોય તો રૂપિયા મોકલાવો તેમ કહી ધમકી આપી ઉપરોક્ત મોબાઇલ નંબર વાળાએ અલગ અલગ બહાના હેઠળ વ્હોટસએપ કોલ તથા મેસજ દ્રારા રૂપીયાની માંગણી કરી માનસીક રીતે હેરાન કરતા હોય જેથી આ વોટસએપ મોબાઇલ નંબર વાળા ની રૂપિયાની માંગણી સંતોષવા સારૂ મારી પ ની નિમીષાએ તેનો સોનાના નેકલેશ ઉપર ગોલ્ડ લોન લઇ તથા તેની હાથમાં પહેરવાની સોનાની વીટી તથા બ્રેસલેટ વેચી તેમાથી આવેલ રૂપિયા તથા પિતાજી પાસે તેમજ નિમીયા પાસે રહેલ થોડાઘણા રૂપિયા મળી કુલ રૂ.૨,૦૧,૧૦૦/આ ઉપરોક્ત મોબાઇલ નંબર ઉપરથી વાત કરનારે ઉપરોક્ત યુ.પી.આઈ.આઈ.ડી. ઉપર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ, મારા પત્ની સાથે રૂ. ૨,૦૧,૧૦૦/ નુ સાયબર ફ્રોડ કરી, કોઈને કોઈ બહાના હેઠળ સતત હજુ પણ વધારે રૂપિયાની માંગણી કરી, માનસિક રીતે હેરાન કરી, ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરી હતી.
આ ફરીયાદ અન્વયે બી ડિવીઝન પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
