News of Wednesday, 27th May 2026
ગોંડલ યુધ્ધ એજ કલ્યાણ ગળપનાં ફાઉન્ડર નિખિલ દોંગાને સારવાર માટે મુંબઈ ખસેડાયા
મોઢા પર કેન્સરની સર્જરી કરાઇઃહાલ ભયમુક્ત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.ર૭, ગોંડલ યુધ્ધ એજ કલ્યાણ ગળપ નાં સ્થાપક અને હાલ સુરત રહેતા નિખિલ દોંગાને મોઢા નાં કેન્સર ને લઇ ને તબિયત બગડતા તુરંત મુંબઈ રિલાયન્સ હોસ્પિટલ માં ખસેડાયા હતાં.બનાવ ની જાણ તેમનાં સમર્થકો માં થતા ચિંતાનો માહોલ છવાયો હતો. તા.૨૫ સોમવાર નાં તેમને હોસ્પિટલ માં દાખલ કરાયાં હતાં.અને આઇસીયુ માં રખાયા હતાં.જ્યાં તેમનાં મોઢાની સર્જરી કરાઇ હતી. હાલ તેઓ ભયમુક્ત હોવાનુ અને સર્જરી સફળ રહી હોવાનું તબીબો એ જણાવ્યું હતું. નિખિલ દોંગા ગુજસીટોક હેઠળ જેલ હવાલે હતાં.દરમિયાન સૌરાષ્ટ્ર માં નહી રહેવાની શરતે તેમને કોર્ટ દ્વારા જામીન અપાયા હોય ત્રણ વરસ થી સુરત રહેછે.
છેલ્લા કેટલાક સમય થી ગોંડલ નાં રાજકારણ માં નિખિલ દોંગાનું નામ ઉછળતું રહેછે.તેમનાં સમર્થકો દ્વારા નિખિલ દોંગા ને પાટીદાર ચહેરા તરીકે -મોટ કરાઇ રહ્યા છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
