તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
સિવિલ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડાલિસ્ટ,ચાર્ટર્ડ એન્જીનીયર,ઇન્કમટેક્સના વેલ્યુઅર કમલેશભાઈ ઢોલાએ સવાયા પિતા બની સમાજને પ્રેરણા પુરી પાડીઃ ‘‘ફાધર્સ ડે''એ બધા પિતા માટે માટે શિખવા જેવી વાતો

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૨૨: ‘‘હું અને વૈશુ ઘણી વખત વાતો કરતા કે વળદ્ધ થયા પછી આપણે નિવળત્તિ સમયમાં આપણા ફાર્મ હાઉસમાં સાથે રહીશું અને મોજ કરીશું એક રસોઈવાળા બહેન રાખી લઈશું અને આપણે બંને આરામથી હિંચકે બેઠા બેઠા અલક મલકની વાતો કરીશું...!'' તમે પ્રેમની વાતો કરજો...અમે કરીશું પ્રેમ... એના જેવું...
ત્યારે વૈશુ કહેતી કે ‘‘મારે કયાં એટલું બધું લાંબુ જીવવું છે...!'' આવનારા ભયાનક વાવાઝોડાનો આ જાણે કે તેનો આડકતરો ઇશારો હતો.
૨૫ વર્ષ સાથે રહ્યા પછી કમલેશભાઈને કયાં ખબર હતી કે તેમની પ્રિય પત્ની વૈશાલી એક દિવસ તેમને તથા તેમની બંને દીકરીઓને જિંદગી રૂપી નાવમાં આમ સાવ મધદરિયે એકલા મૂકીને ચાલી જશે...
હા, પહેલી ડિસેમ્બર ૨૦૨૫ ના એ ગોઝારા દિવસને કમલેશભાઈ કયારેય નહીં ભૂલી શકે,૨૧મી નવેમ્બરે એક પારિવારિક પ્રસંગમાં કમલેશભાઈ અને વૈશાલીબહેન સજોડે ગયેલા ખુરશીમાં બેઠેલા વૈશાલીબહેનને અચાનક ચક્કર આવ્યા અને તેઓ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ડોક્ટરના કહેવા મુજબ વૈશાલીબહેનને સિરિયસ બ્રેઈન સ્ટોક આવેલો દસ દિવસ જિંદગી અને મોત વચ્ચે ખૂંખાર જંગ ખેલાયો અને અંતે મળત્યુનો વિજય થયો અને વૈશાલીબહેનને કાળના તેડા આવ્યા કમલેશભાઈનો ભર્યો ભાદર્યો સંસાર ઉજડી ગયો તેર વર્ષની રિવા અને સત્તર વર્ષની વિધિ,બેય દીકરીઓ પાસેથી ઓચિંતા માની મમતા અને માતાની છત્રછાયા છીનવાઈ ગઈ યુનિવર્સિટી પાસે આવેલ પ્રસિલ પાર્ક સોસાયટી અને આખા કેમ્પસ હિબકે ચડ્યુ સ્મશાન યાત્રા મોટા મવા સ્મશાન ગળહે પહોંચી પણ માણસો કયાંય સમાય નહિ પછી તો બધીજ વિધિ પણ પતી ગઈ હવે જ ખરાખરીનો ખેલ શરૂ થવાનો હતો.
કાયમ મિત્રો વચ્ચે ઘેરાયેલા રહેતા, સતત કામ સબબ બહાર રહેતા એક ભર્યા ભાદર્યા પુરુષે હવે મા અને બાપ તરીકેની બેવડી ભૂમિકા અદા કરવાની હતી કમલેશભાઈની સાચી કસોટી હવે શરૂ થઈ.
ગઈ કાલે ફાધર્સ ડે ઞયો કમલેશભાઈએ એક બાપ તરીકે આ છ મહિના જે રીતે વિતાવ્યા એ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે સૌ પ્રથમ કમલેશભાઈની દિનચર્યા તેમના જ શબ્દોમાં જોઈએ.
‘‘સવારે ૫.૩૦ વાગ્યે જાગુ જમીનને પગે લાગી,પત્ની વૈશુની તસ્વીરને જોઈ, મોઢું ધોઈને નીચે આવું. રસોડા અને આગળ હોલના બારી દરવાજા ખોલું પછી દૂધ ફ્રીઝમાંથી કાઢીને મોટા જારમાં માપસર લઈને તપેલીમાં હુંફાળું ગરમ કરી, તેમાં હોરલિક્સ નાખી મગમાં ભરીને ડાઈનીંગ ટેબલ પર તૈયાર રાખીને નાની પુત્રી રિવાને ૬.૩૦એ જગાડુ. તેનો ડ્રેસ જે રાત્રે બાથરુમ પર તૈયાર રાખ્યો હોય તે ચેક કરી લઉં ત્યાર બાદ ૭.૧૦ સુધીમાં તેના શુઝ પાલીસ કરીને તૈયાર રાખી અને વોટર બેગ તૈયાર કરી દઉં રાત્રે જ ધોવાના કપડાને ડિટર્જન્ટ અને ગરમ પાણીમાં ડુબાડી દીધા હોય તે પાછળ ફળિયામાં બારણા પાસે રાખીને પછી રિવાને ફુલઝાડ માટે પાણી ને મગ તૈયાર રાખુ પછી સ્કુલે જતાં પહેલા તે દરેક છોડને પાણી આપે હા,તે દરમ્યાન તેના માટે ૧૧ બદામ,૧૧ કાજુ ,૧૧ પિસ્તા તૈયાર રાખું અને નાના ફુલ જાડને પાણી આપતા આપતા તે ડ્રાયફ્રૂટ ખાતી જાય અને પછી તેને સ્કુલે મુકવા જાવ.''
સ્કુલે મુકી પરત ઘેર આવ્યા બાદ ઘરની સાફ સફાઈનો વારો..બેડ પરના ઓછાડ ઝાટકી,ઓઢવાનુ સરખુ મુકી સાવરણી લઈને વાળીને પછી મોફથી પોતા મારી આખું ઘર સાફ કરું દરેક રૂમ માટે ૨૦ મિનિટ જેવો સમય લાગે ત્યાર બાદ ૮.૨૦ થી ૯.૨૦ સુધી કપડા ધોઈને સૂકવવાના ત્યાર બાદ નાહી-ધોઈને દીવાબત્તી કરીને પછી કામની યાદી ચેક કરવાની પછી શાકભાજી વિગેરે લઈને ઘરે મૂકી ૧૦.૪૫ આસપાસ મોળી અથવા બ્લેક કોફી પીઈને બહારના કામ પતાવું વચ્ચે રસોઈયા બહેન આવીને રસોઈ કરે ત્યારબાદ રિવાને સ્કૂલે તેડવા પહોંચી જાવ રિવાને તેડી ફ્રુટ લઈને અમે ઘરે આવીએ રિવા ચેન્જ કરી ફ્રેશ થાય ત્યાં ડાયનીગ ટેબલ પર થાળી તૈયાર કરી દવ ને પછી અમે બંન્ને સાથે જમીએ થાળી જોઈને રિવા મારો વાંસો થાબડે નહીં તો મને જમવાનું મન ન થાય એટલી ચિવટ રાખું.
અમે બન્ને પછી આરામ કરીએ રિવા સોફા પર ને હું લાદી પર સુઈને લાંબા થઈએ અડધો કલાક જેવો સમય પસાર થાય ત્યાં તો તેનો કોચિંગનો સમય થાય.
પછી તે ટયુશનમાં જાય અને હું કપડાને ઈષાી કરવા બેસું મારું કામ પુરું થાય અને તેને પરત આવવાનો સમય થાય ડાયનીગ ટેબલ પર હું કપડાંને ઈષાી કરું ને રિવા ટેબલ પર બેસીને વાતો કરતી કરતી ફ્રુટ ખાય અને પછી તે સોસાયટીમાં રમવા જાય બરાબર ૭.૧૦ વાગ્યે તે પરત આવે અને પછી બેડમિન્ટન રમવા જાય (ઉલ્લેખનીય છે કે રીવા બેડમિંટનની ખુબ જ સારી ખેલાડી છે અને સ્ટેટ લેવલે રમી સ્કુલમાંથી ઞોલ્ડ મેડલ મેળવ્યો છે અને તેને નેશનલ લેવલે રમવુ છે) અને હુ તેને મુકીને યુનિવર્સિટી રોડ ઉપર આવેલ કે.પટેલ પાનની દુકાન પર ૭.૨૦ થી ૯.૨૦ સુધી એકલો બેઠો બેઠો જાત સાથે અથવા કોઈ જાતવાન સાથે વાતોના તડાકા મારું ને કાં તો પછી લખવા લાગું ૯.૩૦ ઘરે આવ્યા બાદ ૧૦.૩૦ સુધીમાં ડીનર પતાવીને વાસણ સાફ કરી લીધા બાદ થોડું વાચું ને રિવા તેનું વાંચવાનું કે લખવાનું પતાવે બરાબર ૧૧.૧૦ ના સમયે તેને તેલ માલીસને પગમાં તેલ લગાવીને પગના મસલ્સને રીલીઝ કરતો હોઉં ત્યાં તે સુઈ જાય અને પછી હું વિચારોમાં ગરકાવ થઈ જાવ ને કયારે નીંદર આવી જાય તેની ખબર પણ ન પડે ફરી પાછી બીજા દિવસની સવારે ૫ આસપાસ હું રેડી હોઉં એવરેજ ૬૦ દિવસમાંથી ૪૫ દિવસ તો આ જ સમય મુજબ કામ થાય છે.
બાકીના સમય દરમિયાન હું દહી, દુધ,શાકભાજી,કરિયાણું,સાબુ સોડા વિગેરે પણ મેઈન્ટેન કરું છું નવા કપડા ,ટુવાલ ,નેપકીન ,મહોતા તેમજ રેગ્યુલર ઘરમાં પહેરવાના કપડા તેમજ રસોડાની વસ્તુ જેમ કે વોશિંગ મશીન ,ફ્રીઝ તેમજ ઓવન અને બ્લેન્ડર વિગેરેનું મેનેજમેન્ટ તેમજ મેન્ટેનન્સ પણ કરું છું હાલ રસોઈમાં મારી ટ્રેનિંગ ચાલુ છે.
ઘરમાં રસોયા બહેન સિવાય કોઈ કામવાળી આવતી નથી એક પણ કપડું કયાંય પણ ધોવા જતું નથી. તમામ કપડાંને ઈષાી પણ જાતે જ કરું છું વર્તમાન ધંધા માટે અને ફયુચરના ધંધા પણ વિચારું ને તેને લગતો સમય પણ કાઢી લઉં ને કયારેય ઘરના કામના બહાના કાઢી ને કોઈ કામ ટાળેલ નથી રોજ રાત્રે ટોયલેટ ક્લીન કરવુ,જેથી સવારે જતાં વેંત જ દિવસ સારો જાય તેવી અનુભૂતિ થાય દળણુ દળવા જવું ને બીજા નાના મોટા પરચુરણ કામ પતાવવા આ કોઈ આપ બડાઈ નથી પણ મારે માટે તો પત્ની વૈશુને આપેલી આ જ સાચી શ્રદ્ધાંજલિ છે.
તા ૧.૧૨.૨૦૨૫ ના દિવસને મારા જીવનનો બદલાવનો દિવસ ગણી શકાય આ દિવસે અમો બન્ને પતિ પત્ની સદેહે જુદા થયા એમ સ્પષ્ટ સમાજની દ્રષ્ટિએ ફાઈનલ થયુ.
મારા સ્વભાવ,સમજ અને બહાદુરીની પરીક્ષા હવે શરું થઈ મન અને બુદ્ધિનો પુરો ઉપયોગ કરીને હું ધડાધડ નિર્ણય લેવા લાગ્યો પત્નીની બધી વિધિઓ પુત્રી વિધિ અને રિવાના હાથે કરાવી આ કરતા પણ બન્ને દીકરીને માનસિક રીતે ભાંગવા ન દેવી એ મારા માટે બહુ મહત્વનું હતું જે બધું જ હેમખેમ પાર પાડ્યું ને સમાજના સારા ને ખરાબ વળતિવાળાને એક જોરદાર સંદેશ આપ્યો કે અમો હલબલી ગયા પણ તૂટયા નથી.
મે મારી રોજીંદી ટેવ અને વાણી-વર્તનમાં ધરખમ ફેરફાર કર્યા ને વૈશુની રોજિંદી કાર્યવાહી તથા જીવનશૈલી અપનાવી.બહુજ માનસિક મહેનત કરીને આજે વૈશુ જેવું જ નહીં પણ વૈશુ કરતા સવાયુ કાર્ય કરવા માંડ્યો છુ રસોઈને બાદ કરતા લગભગ બધા મોરચે વિનર રહ્યો .
પહેલા સગા,મિત્રો અને પડોશી રૂબરૂ કે પછી મોબાઈલમાં મળતા તો મને ચાલુ વાતોમા ડુમો બાજી આવતો એ સાહજિક હતું પણ તેમાં પણ મહદ અંશે કંટ્રોલ કરવામાં સફળતા મળી હવે માત્ર સામે કોઈ આત્મીય હોય તો જ આવુ બને છે બાકી વાત કરવામાં તેમજ બોલવામાં ઘણો ફેરફાર કર્યો છે લોકોને વિવેક સાથે જવાબ આપવામા સફળ રહ્યો છું!!
રિવાને કયારેય ઠપકાને બદલે શાન્તિથી વાતોથી સમજ આપું છું કોઈ સાથે લગભગ વેધક ચર્ચા કરવાનું ટાળું છું હવે લગભગ ઘરની તેમજ મારી માનસિક પરિસ્થિતિ એક અલગ લેવલમાં પહોંચી ગઈ છે જેથી હવે સ્વભાવમાં એક ધીરજ ને વિવેકનો છોડ વધુ વિકસિત થઈ રહ્યો છે જે આગામી દિવસોમાં વિરાટ વડનું સ્વરૂપ લેશે તેમાં મને કોઈ શંકા નથી.
કમલેશભાઈના કહેવા મુજબ રિવા ને વિધિ તો મારાથી બે ડગલાં આગળ છે તેઓ પોત પોતાના કાર્યમાં ગળાડૂબ છે બધું જ જાણે છે અને તોય બોલતા નથી કોઈ વિષે પ્રતિભાવ આપવાને બદલે એ શાન્ત રહે છે રિવાતો ટોમ બોયમાથી હવે શરમાઈ જાય છે કદાચ વયના લક્ષણો હોય.
અમેરિકા MBBS કરતી મોટી દીકરી વિધિના કોલ્સ કે વિડીયો કોલ આવે અને એને પોતાની જવાબદારી નિભાવતી જોઈને સંતોષ થાય છે બહેન હિના પણ કુદરતના ચમત્કારની જેમ રૂબરૂ તેમજ મોબાઈલ ફોન પર કે વિડીયો કોલ દ્વારા રિવાને અને મને સપોર્ટ સિસ્ટમના ભાગરૂપે મદદ કરે છે રોજ ઘરના કામ કાજ પતાવીને વૈશુની જેમ હું હવે પાડોસી બહેનો સાથે વાતો કરું છું પહેલા નહોતો કરતો વૈશુ અને એ લોકો પોત પોતાના ઘરના કામ કાજ પતાવીને થોડી વાર વાતોની આપ-લે કરતા. જે કામ હવે હું કરી રહ્યો છું અને એમ પાડોસીઓ માટે વૈશુની ખોટ પુરવામા પણ હુ સફળ થયો છું.
કમલેશભાઈના કહેવા મુજબ હવે અમે લોકો પોત પોતાની રીતે મજબુત બનવા લાગ્યા છીએ વાસ્તવિકતાને સ્વીકારીને વૈશુને મારામાં સાક્ષાત રીતે પરિવર્તિત કરવામાં હું થોડેઘણે અંશે સફળ રહ્યો છું તેનો આનંદ છે આજે આ બધું કરી હું વધુ મજબૂત બનીશ ને બાળકોનો સારો ઉછેર કરીને એક સરસ સમાજના નાગરિક બનવવા ઘટતું બધુ જ કરીશ આ હતો કમલેશભાઈ સાથેનો વાર્તાલાપ જો કે આ વાર્તા લાપ વખતે હુ પણ જાજી વખત રડવાનુ રોકી શકયો નહોતો ત્યારે કમલેશભાઈ જ મારા ખંભે હાથ મુકી મને છાનો રાખતા હતા!
કમલેશભાઈ ઢોલા સૌરાષ્ટ્રની બળુંકી ગણાતી આહીર જ્ઞાતિમાંથી આવે છે તેઓ વાડીએ ઘોડા રાખવાના અને લાયસન્સવાળી બંદૂક રાખવાના પણ શોખીન છે. અનેક ધંધાઓ સાથે સંકળાયેલા છે, રાજકારણમાં પણ જબરો રસ ધરાવે છે પ્રશીલ પાર્ક સોસાયટીના પણ એકાધિકવાર પ્રમુખ રહી ચૂકયા છે.
આવો કમલેશભાઈ જેવો જાહેર જીવનનો માણસ પરિસ્થિતિને વસ થઈ પોતાની આખી જાત બદલી નાંખે એ જેવીતેવી વાત નથી. પત્નીની ગેરહાજરીમાં બે દીકરીઓને મા અને બાપ બન્નેનો પ્રેમ આપવો ખુબ કપરું કામ છે સાથે દીકરીઓનો યોગ્ય ઉછેર કરવો એ તો ખુબ.. ખુબ... કપરું છે. પણ કમલેશભાઈ તો સિંહ છે પોતાની વૈશાલીબહેન પ્રત્યેની લાગણીઓને એકાંતમાં ઓશીકું પલાળીને વહાવી દેનારો ભડવીર દીકરીઓ સામે કોઈ દિ' ઢીલો નથી પડ્યો હમણાં જ ફાધર્સ ડે ગયો ત્યારે આનાથી મોટી બીજી પ્રેરણાત્મક વાત સમાજ માટે કઈ હોય..!?.
(પુરક માહીતી
ડો. સુનીલ જાદવ)
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
