તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે મોરબી જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ
સહકારી સંઘ, APMC, સહકારી ડેરી અને મંડળીઓ આગામી તા. ૦૬ જૂન સુધીમાં બંધ કવરમાં ભાવો મોકલી શકશે : સુરક્ષિત સંગ્રહ માટે તાલુકા મથકોએ ભાડેથી ગોડાઉન રાખવા વહીવટી તંત્રનુ આયોજન

(માહિતી ખાતુ) મોરબી
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ-મોરબી દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે ટેકાના ભાવે (MSP) ખરીદી કરાનાર જણસીના જથ્થાના સુરક્ષિત સંગ્રહ માટે મોરબી જિલ્લાના તાબા હેઠળના તમામ તાલુકા મથકોએ અનાજ સંગ્રહની જરૂરિયાતને પહોંચી વળવા ભાડેથી ગોડાઉન રાખવાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે.
મોરબી જિલ્લાના તમામ તાલુકા સેન્ટર ખાતે આવેલ સહકારી સંઘ, એ.પી.એમ.સી. (APMC), સહકારી ડેરી તેમજ વિવિધ સહકારી મંડળીઓ કે જેઓ પોતાના ગોડાઉન ભાડે આપવા ઈચ્છતા હોય તેઓ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. રસ ધરાવતી સહકારી સંસ્થાઓએ પ્રતિ ચોરસ ફૂટના ભાડાના ભાવો નક્કી કરેલા ફોર્મમાં ભરીને બંધ કવરમાં મોકલવાના રહેશે. આ અંગેના જરૂરી ફોર્મ અને વિગતો જિલ્લા કચેરી (વીસીપરા ફાટક પાસે, હંટર કોલેજ, પહેલો માળ, મોરબી) ખાતેથી ઓફિસ સમય દરમિયાન મેળવી શકાશે.
નિયત નમૂનામાં ભરેલા ભાવોના બંધ કવર પર "રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ ની ખરીદીના જથ્થાના સંગ્રહ માટે ભાડાના ગોડાઉન રાખવા અંગેની જાહેર નિવિદા ભાવો" તેવું સ્પષ્ટ લખાણ લખીને, તા. ૦૬/૦૬/૨૦૨૬ ના રોજ બપોરે ૧૫:૦૦ કલાક સુધીમાં અત્રેની જિલ્લા કચેરી ખાતે રૂબરૂ, આર.પી.એ.ડી. (RPAD) પોસ્ટ અથવા કુરિયર દ્વારા મળી રહે તે રીતે મોકલવાના રહેશે તેમ મોરબી જિલ્લા મેનેજર (ગ્રેડ-૧) અને જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.(-પારૂલ આડેસરા-મોરબી)
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
