તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
દીકરીને વિદાયમાં રામાયણ આપજો,રાષ્ટ્રહિત સર્વોપરી, પ્રભુભક્તિએ જીવનનો શ્વાસઃ ડો.મહાદેવપ્રસાદ મહેતા
અયોધ્યાની પવિત્ર ધરા પરથી ગુંજ્યો રામનો જયઘોષઃ મહામંડલેશ્વર સુખરામદાસબાપૂ દ્વારા આયોજિત ૭ દિવસીય શ્રીરામ કથાનો શુભારંભઃ ડો. મહાદેવપ્રસાદ મહેતાએ આપ્યો ‘સંસ્કાર, સેવા અને રાષ્ટ્રભક્તિ'નો સંદેશ ગુરુનુ સાનિધ્ય રાખો અને વિવેકને જીવનમાં ઉતારો : જ્યારે પણ કથા-વાર્તાની વાત આવે ત્યારે ડોંગરેજી મહારાજનું સ્મરણ થવું જોઈએ, સંતો જ સમાજનો પાયો છે, હનુમાન ચાલીસાનું નામ આવે ત્યારે આપણને આપણા પૂજ્ય મોરારીબાપુનું સ્મરણ થઈ આવેઃ ડો.મહાદેવપ્રસાદ મહેતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૬: મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવી અયોધ્યાની પવિત્ર ધરા પર ગઈકાલથી શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કારનો મહાસંગમ શરૂ થયો છે. ખાખીમઢી શ્રી રામજી મંદિર મેંદરડાના પૂજ્ય મહામંડલેશ્વર સુખરામદાસ બાપૂના પાવન સાનિધ્યમાં પ્રખ્યાત કથાકાર અને વિદ્યા-વાચસ્પતિ ડો. મહાદેવપ્રસાદ મહેતાના વ્યાસાસને ૭ દિવસીય ભવ્ય શ્રીરામ કથાનો શુભારંભ થયો છે.
વહેલી સવારથી જ અયોધ્યાની હવામાં ‘જય શ્રીરામ'ના નારા ગુંજવા લાગ્યા હતા. કથા પંડાલમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. વળદ્ધો, યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રથમ દિવસે જ હાજરી આપીને પુણ્યલાભ મેળવ્યો હતો.
જે ભક્તો અયોધ્યા પહોંચી શકયા નથી તેમના માટે આયોજકો દ્વારા યુટયુબ પર લાઈવ પ્રસારણની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના થકી ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં બેઠેલા લાખો રામભક્તોએ ઘરે બેઠા કથાનું શ્રવણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
કથાના પ્રથમ દિવસે પ્રખ્યાત કથાકાર અને વિદ્યા-વાચસ્પતિ ડો.મહાદેવપ્રસાદ મહેતાએ ઙ્કભુ શ્રીરામના જીવન ચરિત્રને વર્તમાન સમયના સંદર્ભમાં ખૂબ જ સરળ, તર્કસંગત અને હૃદયસ્પર્શી શૈલીમાં રજૂ કર્યું. તેમના દરેક શબ્દમાં ભક્તોને જીવન જીવવાની નવી દિશા મળી હતી.
કથાકાર ડો.મહાદેવઙ્ઘસાદ મહેતાએ કહ્યું કે, આજના ભૌતિક યુગમાં આપણે દીકરીને વિદાય વખતે સોના-ચાંદી, કપડા-દાગીના આપીએ છીએ. પરંતુ સૌથી મોટું ધન તો સંસ્કાર છે. મારી દરેક પરિવારને વિનંતી છે કે જ્યારે દીકરીની વિદાય થાય ત્યારે તેના હાથમાં રામાયણનો ગ્રંથ આપજો. રામાયણસ્ત્રીને ધૈર્ય, મર્યાદા, સેવા અને સહનશીલતાનો પાઠ શીખવશે. જે ઘરમાં રામાયણ હશે ત્યાં રામરાજ્ય હશે.
ડો.મહાદેવપ્રસાદ મહેતાએ સુંદરકાંડના મહત્વને સમજાવતા કહ્યું કે સુંદરકાંડમાં ભગવાનની વંદના અને હનુમાનજીના પરાક્રમનું વર્ણન છે. રોજ એક વાર સુંદરકાંડનું પઠન કરવાથી જીવનના બધા સંકટ, ભય અને નકારાત્મકતા દૂર થાય છે. અને જ્યારે પણ હનુમાન ચાલીસાનું નામ આવે ત્યારે આપણને આપણા પૂજ્ય મોરારીબાપુનું સ્મરણ થઈ આવે. તેમણે હનુમાનજીને ઘર-ઘરમાં પહોંચાડ્યા છે.
સમાજને દિશા આપતા ડો.મહાદેવઙ્ઘસાદ મહેતાએ કહ્યુ કે, ડોક્ટર આપણી બગડેલી આંખની દ્રષ્ટિ બદલી આપે છે, પરંતુ ગુરુજી આપણો આખો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ જ બદલી દે છે. માટે પૂ.સુખરામદાસબાપુ જેવા સંતોનું નિત્ય સાનિધ્ય રાખવું. જ્યારે પણ કથા-વાર્તાની વાત આવે ત્યારે આપણને ડોંગરેજી મહારાજનું સ્મરણ થવું જોઈએ. સંતો જ સમાજનો પાયો છે.
પ્રથમ દિવસની શ્રી રામકથાના વિરામ સમયે ડો.મહાદેવપ્રસાદ મહેતાએ સૌને એક સંદેશ આપ્યો કે,આજે દેશને સૌથી વધુ જરૂર વિવેકની છે. વિવેક વગરનું જ્ઞાન પણ ભયંકર છે. માટે વિવેકને જીવનમાં ઉતારો. રાષ્ટ્રહિતને સર્વોપરી માનો અને પ્રભુ ભક્તિને તમારા જીવનનો શ્વાસ બનાવો. ઘરમાં ઝઘડા નહીં, પ્રેમ રાખો. આ જ સાચી રામભક્તિ અને સાચો સનાતન ધર્મ છે.
શ્રી રામકથાના આયોજક ખાખીમઢી શ્રી રામજી મંદિર મેંદરડાના પૂજ્ય મહામંડલેશ્વર સુખરામદાસ બાપૂએ જણાવ્યું કે, અયોધ્યાની આ પવિત્ર ધરા પરથી અમે સંદેશ આપવા માંગીએ છીએ કે આજે સમાજને રામના આદર્શોની સૌથી વધુ જરૂર છે. રામ જેવો પુત્ર, રામ જેવો ભાઈ, રામ જેવો પતિ અને રામ જેવો રાજા બનવું પડશે. આ કથા દ્વારા લોકોમાં ભાઈચારા, સદાચાર, સેવા અને ત્યાગનો ભાવ જાગળત થાય તે જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આયોજકોના જણાવ્યા મુજબ આગામી ૬ દિવસ કથામા ભક્તો માટે પંડાલમાં પંખા, પીવાના ઠંડા પાણી, બેસવાની વ્યવસ્થા અને કથાના અંતે પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. વળદ્ધો અને મહિલાઓ માટે અલગથી બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કથાના પ્રથમ દિવસે જ વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. ભક્તોએ કથાના ઉપદેશોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
શ્રી રામકથાનું જીવંત પ્રસારણ કથાકાર વિદ્યા-વાચસ્પતિ ડો.મહાદેવપ્રસાદ મહેતાની યુટયુબ ચેનલ ઉપર કરવામાં આવી રહ્યું છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
