તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણતાના આરે પહોંચી : 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરી પરિક્રમા
સવારથી ઈટવા ઘોડી ખાતે પરિક્રમા શરૂ થવાના દરવાજા પણ સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવશે

જૂનાગઢમાં યોજાતી પવિત્ર ગિરનારની લીલી પરિક્રમા હવે પૂર્ણતાના આરે પહોંચી છે, જેમાં અત્યાર સુધીમાં 8 લાખ કરતાં પણ વધુ પરિક્રમાર્થીઓએ ઉત્સાહભેર પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. પરિક્રમાના છેલ્લા પડાવ ગણાતા બોરદેવીથી નીકળીને શ્રદ્ધાળુઓ હાલ જૂનાગઢ તરફ પાછા ફરી રહ્યા છે અને ભવનાથ ખાતે પોતાની પરિક્રમા સંપન્ન કરી પોતપોતાના વતન તરફ જવા રવાના થઈ રહ્યા છે. હજુ પણ 36 કિલોમીટરના આંબાવાડી અને પર્વતના રૂટ પર 50 થી 60 હજાર જેટલા પરિક્રમાર્થીઓ જોવા મળી રહ્યા છે, જે આજ સાંજ સુધીમાં પરિક્રમા પૂર્ણ કરીને જૂનાગઢમાંથી રવાના થઈ જશે. આગામી સવારથી ઈટવા ઘોડી ખાતે પરિક્રમા શરૂ થવાના દરવાજા પણ સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવશે, જેનાથી આ વર્ષની લીલી પરિક્રમા પૂર્ણ થશે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
