<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણતાના આરે, સવાર સુધીમાં ૭,૫૩,૬૮૧ યાત્રિકોની યાત્રા સંપન્ન

મોટાભાગના ભાવિકો પરિક્રમાના અંતિમ પડાવ તરફ, કાલે સવારે પ્રવેશ બંધ, રાત્રે યાત્રા પૂર્ણ થશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૩: ગરવા ગીરનાર ફરતે યોજાયેલી લીલી પરિક્રમા પૂર્ણતા તરફ સફળતાપૂર્વક આગળ ધપી રહી છે ત્‍યારે આજે સવાર સુધીમાં ૭,૫૩,૬૮૧ યાત્રિકોએ યાત્રા સંપન્ન કરી પોતાના વતન ભણી અથવા અન્‍ય યાત્રાધામો તરફ પ્રયાણ કર્યું છે. પરિક્રમાનો આજે ચોથો દિવસ છે આવતીકાલે સવારે પરિક્રમા પ્રવેશ દ્વાર બંધ થશે અને રાત્રે વિધિવત પરિક્રમા પૂર્ણ થશે.

ભક્‍તિ, ભજન અને ભોજન ના ત્રિવેણી સંગમ સમાન ૩૬ km ની પવિત્ર ગિરનાર લીલી પરિક્રમામાં જોડાયેલા ૭,૫૩,૬૮૧ શ્રદ્ધાળુઓએ આજે સવારે પરિક્રમાના સૌથી કઠિન પડાવ સમાન કાઉન્‍ટિંગ પોઇન્‍ટ નળ પાણીની ઘોડી પસાર કરી લીધી છે. આ પૈકી મોટાભાગના ભાવિકોએ સફળતાપૂર્વક પરિક્રમા પૂર્ણ કરી ભવનાથ મહાદેવના દર્શન કરી પુણ્‍યનો ભાથું બાંધી પોતાના વતન તરફ પ્રયાણ કર્યું છે.

પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત અને વહીવટી તેમજ વન વિભાગના વિવિધ પગલાં ઉપરાંત બંદોબસ્‍તને લઈને પરિક્રમા સુખરૂપ પૂર્ણતા તરફ આગળ ધપી રહી છે. દરમિયાન પરિક્રમાના ચાર દિવસ દરમિયાન ૬ જેટલા શ્રદ્ધાળુઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે પરિક્રમા રૂટ પર પુણે મહારાષ્‍ટ્રના ૬૮ વર્ષના અબ્‍બા વિનુભા ગવને નામના ભાવિકે ભવનાથમાં અને મહારાષ્‍ટ્ર સરોઇના શ્રદ્ધાળુ ૭૪ વર્ષના બાબુરામ મહાદેવભાઇ માળી એ પરિક્રમા ના મહત્‍વના પડાવ એવા માળવેલા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. આ બંને વળદ્ધ યાત્રિકનું હૃદય રોગના કારણે મળત્‍યુ થતાં શ્રદ્ધાળુઓમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

તંત્ર દ્વારા પરિક્રમાની પૂર્ણાહુતિ માટેનો એક્‍શન પ્‍લાન તૈયાર કરી દેવામાં આવ્‍યો છે. આવતીકાલ તારીખ ૨૪ ના રોજ સવારે ૭ વાગ્‍યાથી પરિક્રમાનો પ્રવેશદ્વાર સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવશે. ત્‍યારબાદ કોઈ ભાવિકને ગિરનાર જંગલમાં પ્રવેશ અપાશે નહીં તારીખ ૨૪ નવેમ્‍બર ની રાત્રિ સુધીમાં રૂટ પર રહેલા તમામ ભાવિકોને સુરક્ષિત રીતે પરિક્રમા પૂર્ણ કરાવી ભવનાથ ખાતે પરત લાવવાની કામગીરી વન વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

દરમિયાન લીલી પરિક્રમામાં ચાલીને આવતા શ્રદ્ધાળુઓમાં શારીરિક ખાત અને અન્‍ય સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓ જોવા મળી રહી છે. પરિક્રમા રૂટ પર ઉભા કરાયેલા હંગામી દવાખાના તેમજ મેડિકલ રાવટીઓના સૂત્રોના જણાવ્‍યા મુજબ રવિવાર સુધીમાં કુલ ૧૦,૯૧૫ યાત્રિકોને વિવિધ શારીરિક તકલીફ થતા તબીબી સારવાર આપવામાં આવી હતી પગપાળા પ્રવાસના કારણે સૌથી વધુ ૬૯૭ યાત્રિકોએ તાાયુ અને શરીરના દુખાવાની ફરિયાદ સાથે દવા લેવી પડે છે. પરિક્રમામાં અત્‍યાર સુધીમાં ૩૩ લોકોને વીંછીએ ડંખ માર્યો હોવાનું પણ જાણવા મળેલ છે.

લીલી પરિક્રમામાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડ્‍યા હોય ભવનાથ તળેટી અને ર્પાકિંગ સ્‍થળોએ મોટા પ્રમાણમાં કચરો એકત્ર થતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ અને કચરા નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. ૧૭ નવેમ્‍બર થી શરૂ કરાયેલી આ કામગીરી હેઠળ ૮૦ યાન નિકાલ કરી દેવામાં આવ્‍યો છે કચરાના કલેક્‍શન માટે ૧૪ વાહનો કાર્યરત રાખવાની સાથે યાત્રિકો માટે ૧૧ મોબાઈલ ટોયલેટની પણ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

(12:16 PM IST)