<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ગિરનાર પરિક્રમા એક દિ' વહેલી પુરીઃ જંગલ સુમસામ

વધુ ૨ યાત્રિકના マદયરોગના હુમલાથી મૃત્‍યુ સાથે કુલ મૃત્‍યુઆંક ૭: એક દિવસ વહેલી શરૂ થયેલ પરિક્રમા એક દિવસ વહેલી પુર્ણ થઇ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૪:  ગિરનારની લીલી પરિક્રમા સુખરૂપ અને સફળતાપૂર્વક પૂર્ણ પૂર્ણ થતા વહીવટી પોલીસ તંત્ર અને વન વિભાગે રાહત અનુભવી છે તો બીજી તરફ પુણ્‍યનું ભાથું બાંધીને ભાવિકો રવાના થતા જંગલ સુમસામ થઈ ગયો છે.

૨૦ નવેમ્‍બરની મધરાતના ૩૬ કિલોમીટરની પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો હતો. પરંતુ પરિક્રમા માટે મોટી સંખ્‍યામાં ભાવિકો વહેલા આવી ગયા હતા અને પરિક્રમાના પ્રવેશ દ્વાર સામે પડાવ કર્યો હતો. જેથી ૨૦ તારીખની સવારના ૬ વાગ્‍યે પ્રવેશદ્વાર તંત્ર દ્વારા ખોલી નાખવામાં આવ્‍યો હતો જે સાથે બે લાખ ભાવિકોએ પરિક્રમાના માર્ગે પ્રસ્‍થાન કર્યું હતું. પરંપરાગત સમય કરતા એક દિવસ વહેલી  શરૂ થયેલી ગિરનાર પરિક્રમા એક દિવસ વહેલી જો પૂર્ણ થઈ ગઈ હોવાનું ચિત્ર ઉપસી આવ્‍યું છે.

આ વર્ષે અંદાજ કરતા ઓછા યાત્રિકો આવ્‍યા હતા. પરિક્રમાના રૂટ પર પાણીની અછતને પગલે પરિક્રમાનો ટ્રેન્‍ડ બદલાયો હતો યાત્રિકોએ નિરાંતે રોકાવા ને બદલે ફટાફટ યાત્રા પૂર્ણ કરી વતનની વાટ પકડી હતી. જેના કારણે અન્નક્ષેત્રોને ફટકો પડ્‍યો હતો. સેવાભાવી સંસ્‍થાઓએ તૈયારી વધુ રાખી હતી પરંતુ યાત્રીકો ન રોકાતા અનાજ સહિતનો ખાદ્ય સામાન પડી રહ્યો હતો.

ગિરનારની પરિક્રમા દરમિયાન આઠ લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા. ગઈકાલે નળપાણીની ઘોડી નજીક મહુવાના સોનલબેન કિરણભાઈ ચૌહાણ (ઉં. વ. ૩૫)નું હાર્ટ એટેક થી મળત્‍યુ નીપજ્‍યું હતું. જ્‍યારે ઈટવા ઘોડી ખાતે વડોદરાના ભાવિનભાઈ નારણભાઈ વૈધ (ઉં. વ. ૩૬)નું પણ હાર્ટ એટેકના કારણે મળત્‍યુ થતાં ભાવિકોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. આમ પરિક્રમા દરમિયાન હૃદય રોગના હુમલાથી મળત્‍યુ આંક સાતનો થયો હતો. પરિક્રમાના પાંચ દિવસ દરમિયાન તાવ, શરદી, શરીરમાં દુખાવો થતાં ૧૮,૦૦૦થી વધુ યાત્રિકોને આરોગ્‍ય વિભાગ એ સારવાર આપી હતી. તેમાંથી ૮૬ યાત્રિકોને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્‍યા હતા.

(11:14 AM IST)