તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ગિરનાર પરિક્રમા ૧૮ કલાક વહેલી શરૂઃ ૨ લાખ ભાવિકોનું પ્રસ્થાન
ભવનાથમાં ભારે ભીડથી સવારે ૬ વાગ્યે તંત્રએ ગેટ ખોલતા પરિક્રમાનો પ્રારંભઃ ગુરુવારે સાંજ બાદ યાત્રિકોનો ઘસારો વધતા અને તળેટી ચિક્કાર થઈ જતા વહેલો પ્રારંભ કરાવ્યો

ગિરનારની પરિક્રમા પહેલા મોટી સંખ્યામાં ભાવિકોએ ગેઇટ પાસે પડાવ કર્યો હતો. મિડીયા ટીમે કવરેજ કર્યુ હતુ. સવારે ૬ વાગ્યે ગેઇટ ખુલતા ભાવિકોએ પ્રસ્થાન કર્યુ હતુ.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૦: આજે સવારથી ગિરનારની ગોદમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થતાં ગિરનાર જંગલ વિસ્તાર જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠ્યો હતો. આજે મધ્યરાત્રીના ૧૨ વાગયે ગિરનારની પાવનકારી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થવાનો હતો. પરંતુ ગઈકાલે સાંજ પછી યાત્રિકોનો પ્રવાહ સતત ભવનાથ તરફ વહેતા તળેટી વિસ્તાર માનવ મહેરામણથી ચિક્કાર થઈ ગયો હતો.
મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમામાં જોડાવા માટે ઉમટી પડતા ભવનાથમાં પગ મુકવાની જગ્યા મળવી મુશ્કેલ બની ગઈ હતી. અને મોટાભાગના ભાવિકોએ પરિક્રમાના પ્રવેશ દ્વાર સમક્ષ પડાવ કરતા મુખ્ય પ્રવેશ દ્વાર ઇટવા ગેટ અને રૂપાયતન નજીકના જંગલ વિસ્તાર પણ માનવ મહેરામણથી ઉભરાઈ ગયો હતો. તંત્રએ નિર્ધારિત સમયે પરિક્રમા શરૂ કરાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાત્રે ભવનાથમાં પરિક્રમાથીઓની ભારે ભીડ થતા કાયદો વ્યવસ્થા, સુરક્ષા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સવારે છ વાગ્યે પ્રવેશ દ્વાર ખોલવામાં આવ્યો હતો અને જે સાથે બે લાખથી વધુ યાત્રિક હોઈએ પરિક્રમાના માર્ગે પ્રસ્થાન કર્યું હતું. આખરે ૧૨ કલાક વહેલો ગેટ ખોલવામાં આવતા ભાવિકોએ રાહત અનુભવી હતી. પરિક્રમા શરૂ થતા ની સાથે જ જંગલ વિસ્તાર જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠ્યો હતો. ગિરનાર લીલી પરિક્રમા રૂટના મુખ્ય ચાર પડાવ છે અને ૩૬ કિલોમીટરનું અંતર છે.
પરિક્રમાનો પ્રથમ પડાવ પ્રવેશદ્વાર ભવનાથથી ઇંટવા ઘોડી, ઈન્દ્રેશ્વર મંદિર જાંબુડી માતા તરફ, ચાર ચોક કાળકા વડલો થઈ જીણાબાવાની મઢી સુધી.
બીજો પડાવ કાળકાના વડલાથી સરકડીયા ઘોડી, સરકડીયા હનુમાન, પાટવડ નાકા તરફ, હથેળી ત્રણ રસ્તા થઈ માળવેલા સુધી.
ત્રીજો પડાવ માળવેલાથી નળપાણી ઘોડી, બોરદેવી તરફ થઈ બોરદેવી સુધી. ચોથો અને અંતિમ પડાવ ગોળદેવી થી ભવનાથ તરફ જઈ પરત ભવનાથ ખાતે પરિક્રમા પૂર્ણ થાય છે.
પરિક્રમાના આ ચાર પડાવ રાત્રિ રોકાણ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે લીલી પરિક્રમા પર જળ સંકટનું ઘેરુ ગ્રહણ જોવા મળી રહ્યું છે પરંપરાગત રીતે ચાર દિવસ સુધી જંગલના કુદરતી સાનિધ્યમાં રોકાણ કરીને પૂર્ણ થતી આ પાવનકારી યાત્રા આ વખતે પાણીની તંગીના કારણે પરીકરમાર્થીઓ રૂટ પર રોકાણ કરવાને બદલે તાત્કાલિક પરિક્રમા પૂર્ણ કરી બહાર નીકળી જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
ગિરનાર જંગલમાં નદીનાળા સુકા હોવાથી પરીકરમાર્થીઓ રાત્રિ રોકાણ ટાળશે. પાણીના લીધે બે ત્રણ દિવસને બદલે એક દિવસમાં જ પરિક્રમા પૂર્ણ કરવાનો મૂડ ભાવિકોનો હોવાનું જોવા મળી રહ્યું છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
