<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

ભુજના એન્જિનિયરિંગ કોલેજ રોડ પર ત્રણ અસામાજીક તત્વો દ્વારા યુવતીની છેડતી: લોકોએ મેથીપાક ચખાડ્યો

ભુજ એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને ઝડપાયેલા શખ્સોની અટકાયત કરી

કચ્છના ભુજમાં એક યુવતીની છેડતી થઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભુજના એન્જિનિયરિંગ કોલેજ રોડ પરથી પસાર થઈ રહેલી યુવતીની ત્રણ અસામાજિક તત્વોએ છેડતી કરી હતી. યુવતી સાથેની આ હરકત જોઈને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ત્રણમાંથી બે ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. રોષે ભરાયેલા લોકટોળાએ છેડતી કરનારા બંને યુવકોને રસ્તા પર જ બરાબરનો મેથીપાક ચખાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઘટના અંગેની જાણ થતાં જ ભુજ એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઝડપાયેલા શખ્સોની અટકાયત કરી, ફરાર ત્રીજા આરોપીની શોધખોળ સહિત આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(12:35 AM IST)