તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 26th October 2026
જુનાગઢના ગિરીશભાઇ કોટેચા પરિવાર દ્વારા ૩ દિવસમાં રપ૦ ગરબીની ર૧૦૦૦ બાળાઓને ભોજન પ્રસાદી-લ્હાણી વિતરણ

જુનાગઢ : જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને રઘુવંશી સોનાના સુપ્રીમો ગિરીશભાઇ કોટેચા પરિવાર દ્વારા સતત ર૧ વર્ષથી નવરાત્રી પૂર્ણ થયા બાદ જુનાગઢ શહેર અને આસપાસના ગામોની પ્રાચીન ગરબીઓની બાળાઓને ગિરનાર દરવાજા રોડ ખાતે ગિરીરાજ વીલા બંગલા ખાતે ૩ દિવસ સુધી ભોજનપ્રસાદ અને લ્હાણી આપવામાં આવે છે. આ પરંપરા આજે પણ ગિરીશભાઇ કોટેચા એ જાળવી રાખી તા. ર૩, ર૪, રપ દરમયાન સતત ત્રણ દિવસ સુધી રપ૦ ગરબી મંડળની બાળાઓનું પરિવાર દ્વારા કુમ કુમ તિલક કરી સાક્ષત માતાજી સ્વરૂપ સમજી.
પાઉભાજી ગુલાબજાંબુ બટોટાની ચિપસ પુલાવ વધારેલ ભાત સહિત બાળાઓને ભાવથી પિરસવામાં આવ્યું હતું. ઉપરાંત લ્હાણી વિતરણ કરાયું હતું. આ ત્રણ દિવસ દરમ્યાન આ સેવાયજ્ઞને બિરદાવવા સાધુ સંતો અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપરોકત તસ્વીરોમાં ગિરીશભાઇ કોટેચા તેમજ તેમના લઘુબંધુ ધ ફર્ન લિર્યો રિસોટના માલિક વિપુલભાઇ કોટેચા તેમજ ભોજન પ્રસાદ લેતી બાળાઓ અને સાંસદ રાજેશભાઇ ચુડાસમાનો આવકરતા વિપુલભાઇ કોટેચા તેમજ ગિરીશભાઇ કોટેચા તથા તેમના પત્ની ગીતાબેન કોટેચા પુત્ર પાર્થ કોટેચા પુત્ર વધુ ચાંદની બેન કોટેચા તેમજ દિકરી શ્વેતાબેન કોટેચા રૂપારેલીયા તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા સાંસદ રાજેશ ચુડાસમા મેયર ધર્મેશ પોશિયાને આવકરતા પાર્થ કોટેચા તેમજ જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી સાથે ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા પૂર્વ ધારાસભ્ય મહેન્ભાઇ મશરૂ તેમજ અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પુ. મુકતાનંદબાપુ તેમજ મ્યુ. કમિશનરશ્રી આઇ.આર. વાળા નાયબ કમિશનર જયેશભાઇ વાજા સેનીટેશન સુપ્રીટેન્ડટ કલ્પેશભાઇ ટોલીયા અને છેલ્લે અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીનું સાલ ઓઢાડી સન્માન કરતા ગિરીધભાઇ કોટેચા નજરે પડે છે.અ ા તકે નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશ ધુલેશીયા ક્ષત્રિય સમાજના આગેવાન વનરાજીસંહ રાયજાદા ડો. ડી.પી. ચિખલીયા કેળવણીકાર જી.પી. કાઠી કેડી. પંડયા, દિપલ રૂપારેલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુજોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા)
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
