તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
ગીર સોમનાથ એસઓજીને મોટી સફળતા :NDPS કેસમાં 10 વર્ષની સજા પામેલો જેલમાંથી ફરાર આરોપી 519 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો
તાલાળા નજીક એસઓજીની ટીમે પાડેલી રેડમાં આ જામીન જમ્પ કરી નાસતા ફરતા આરોપીને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લેવાયો

ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ નશાના કારોબાર વિરુદ્ધ એક મોટી સફળતા મેળવી છે. આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન, એક મોટો જેલ ફરાર નશાનો સોદાગર ફરીથી પોલીસના સિકંજામાં આવી ગયો છે. તાલાળા નજીક એસઓજીની ટીમે પાડેલી રેડમાં આ જામીન જમ્પ કરી નાસતા ફરતા આરોપીને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
