તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપની મોટી કાર્યવાહી:પૂર્વ સંસદીય સચિવ જે.ડી. સોલંકી સહિત 13 જેટલા નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા
પ્રદેશ ભાજપ પ્રમુખની સૂચના બાદ લેવાયેલા આ કડક નિર્ણયથી સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો

ગીર સોમનાથ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના મામલે મોટી કાર્યવાહી કરી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના ગંભીર આરોપસર પૂર્વ સંસદીય સચિવ જે.ડી. સોલંકી સહિત કુલ 13 જેટલા દિગ્ગજ નેતાઓને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખની સૂચના બાદ લેવાયેલા આ કડક નિર્ણયથી સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
પૂર્વ સંસદીય સચિવ અને વિસ્તારના જાણીતા ચહેરા એવા જે.ડી. સોલંકી દ્વારા તાજેતરમાં કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી. ભાજપના શિસ્તબદ્ધ માળખામાં આ પ્રકારની પ્રવૃત્તિને ગંભીર ગણતા તેમને 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી મુક્ત કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અન્ય મુખ્ય નેતાઓ જે.ડી. સોલંકી ઉપરાંત કોડીનાર, તાલાલા અને વેરાવળ પંથકના અનેક આગેવાનોના નામ આ યાદીમાં સામેલ છે. જેમાં સુનિલભાઈ રાઠોડ (કોડીનાર), ભીખાભાઈ ગોહિલ, મનહર મોરી, અને મેહુલભાઈ કારવડીયા જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ પર ચૂંટણી દરમિયાન પક્ષને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
