<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

કાલથી ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે :ચોમાસા બાદ ઈકો ટુરિઝમ ઝોન વહેલું ખુલતા પ્રવાસીઓમાં ઉત્સાહ : ઓનલાઈન પરમિટ બુકિંગ શરૂ : અગ્નિશ્વર વ્યાસ

ચોમાસા બાદ જંગલ વધુ હરિયાળું બનતા સિંહ દર્શનની શક્યતા વધુ : દિવાળી વેકેશન પહેલા જ ગીર ખુલતા પ્રવાસન ઉદ્યોગમાં પણ તેજી આવવાની શક્યતા :

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ  : ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને સાસણ અભયારણ્ય ચોમાસાની સીઝન બાદ કાલથી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકાશે. દર વર્ષે ચોમાસા દરમિયાન બંધ રહેતું અભયારણ્ય આ વખતે વહેલું ખુલતા પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તેમ ગીર અભયારણ્ય- રાષ્ટ્રીય ઉદ્યાનના સેન્ચ્યુરી સુપ્રિટેન્ડેન્ટ અગ્નિશ્વર વ્યાસએ જણાવ્યું છે.

વન વિભાગ દ્વારા ઈકો ટુરિઝમ ઝોનમાં સફારી માટેની ઓનલાઈન પરમિટ બુકિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રવાસીઓ http://girnationalpark.in પરથી બુકિંગ કરાવી શકશે.

ચોમાસા બાદ જંગલ વધુ હરિયાળું બનતા સિંહ દર્શનની શક્યતા વધુ રહે છે, ત્યારે દિવાળી વેકેશન પહેલા જ ગીર ખુલતા પ્રવાસન ઉદ્યોગમાં પણ તેજી આવવાની શક્યતા છે.

તેમ ગીર અભયારણ્ય- રાષ્ટ્રીય ઉદ્યાનના સેન્ચ્યુરી સુપ્રિટેન્ડેન્ટ અગ્નિશ્વર વ્યાસએ જણાવ્યું છે.

(9:40 PM IST)