તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
જૂનાગઢમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોને ભારે આર્થિક મુશ્કેલી:સંતાનોની શિક્ષણ ફી મુદ્દે રજૂઆત
કુલ 2892 અરજીઓમાંથી માત્ર 674 અરજીઓ જ મંજૂર થઈ જેનાથી બાકી રહેલા કલાકારોમાં નિરાશા ફેલાઈ

જૂનાગઢમાં હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે રત્ન કલાકારોને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢમાં રત્નકલાકારો દ્વારા તેમના સંતાનોની શિક્ષણ ફી મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, કારણ કે ઘણા પરિવારો માટે ફી ભરવી મુશ્કેલ બની છે. આ પરિસ્થિતિમાં ડાયમંડ એસોસિએશન રત્ન કલાકારોની મદદ માટે આગળ આવ્યું છે. માહિતી મુજબ ટેક્નિકલ ખામીઓ અને ફોર્મમાં થયેલી ભૂલોને કારણે અનેક અરજદારો સહાયથી વંચિત રહ્યા છે. કુલ 2892 અરજીઓમાંથી માત્ર 674 અરજીઓ જ મંજૂર થઈ છે, જેનાથી બાકી રહેલા કલાકારોમાં નિરાશા ફેલાઈ છે. સંગઠને સરકારને અપીલ કરી છે કે ખામીઓ દૂર કરીને વધુમાં વધુ રત્ન કલાકારોને સહાય આપવામાં આવે, જેથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
