તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 22nd May 2026
સાસુએ કાઢેલા કેરીના રસમાંથી ઇયળ નીકળતાં ગીતાબેન એસિડ પી ગયા
જમતી વખતે બોલાચાલી થઇ ત્યારે સાસુએ હવે પછી તું રસ કાઢજે તેવું કહેતાં માઠુ લાગ્યું: ઢસાની પરિણીતા રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૨: ગઢડા તોબના ઢસા ગામે રહેતી પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાવમાં આવી છે. તેણીના સાસુએ ગઇકાલે કેરીનો રસ કાઢી બધાને જમવામાં પીરસ્યો ત્યારે આ પરિણીતાના રસમાંથી ઇયળ નીકળતાં આ વાતે સાસુ-વહુ વચ્ચે ચડભડ થયા બાદ તેણીને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ ઢસા રહેતી ગીતાબેન મિલનભાઇ રાઠોડ (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં ઢસા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ઢસા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગીતાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે અને એક સંતાન છે. પતિ બોલેરોનું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે.
તપાસમાં ખુલ્યા મુજબ સાસુએ કેરીનો રસ કાઢયો હોઇ જમતી વખતે પીરસાયો ત્યારે વહુ ગીતાબેનના રસમાંથી ઇયળ નીકળતાં તેણે સાસુને મારા રસમાંથી જ ઇયળ કેમ નીકળી? કહેતાં સાસુએ મને થોડુ ઓછુ દેખાય છે એટલે કદાચ આવુ થયું હશે, હવે પછી તું રસ કાઢજે તેમ કહ્યું હતું. આ વાતે ચડભડ થયા બાદ માઠુ લાગતાં તેણીએ પગલુ ભર્યુ હતું.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
