<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

જામનગરના એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા કેદારલાલ ફાઉન્‍ડેશન દ્વારા ગૌરવ પથ પર સતત અગીયારમા વર્ષે મોદીજીના જન્‍મદિને કરાયું વળક્ષારોપણ

 જામનગરઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસે જામનગર શહેરમાં સતત ૧૧ માં વર્ષે વળક્ષારોપણ કાર્યક્રમ   હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્‍દ્ર લાલ) ફાઉન્‍ડેશનના ઉપક્રમે કરવામાં આવ્‍યો હતો. શહેરના ગૌરવપથ પર વર્ષ ૨૦૧૬ થી   મોદીના જન્‍મદિવસ અવસરે વધુ એક છોડનું રોપણ કરી આ બન્ને સંસ્‍થાઓ દ્વારા તેના જતન-ઉછેરની કામગીરી પણ થઈ રહી છે જે પૈકીના અમુક વળક્ષો તો ૧૨ થી ૧૫ ફુટ જેટલી ઉંચાઈના થઈ ગયા છે. આ વર્ષે   મોદીના જીવનનો અમળત મહોત્‍સવનું વર્ષ છે આ અવસરે પણ લાલ પરિવારના આ બન્ને સંસ્‍થાઓ વતી ટ્રસ્‍ટી   જીતુભાઈ લાલના હસ્‍તે આજ   સવારે વધુ એક છોડ રોપવામાં આવ્‍યો હતો. આ સાથે શ્રી મોદીજીના જન્‍મ દિવસના પ્રતિકરૂપ વિવિધ જાતિના ૭૬ વળક્ષો માર્ગનું સુશોભન બનશે.

(1:30 PM IST)